હાલ વિશ્વમાં ડિજિટલાઈઝેશનનું પ્રભુત્વ વધ્યું છે. સાઇબર સિક્યોરિટી ઈકોસિસ્ટમ માત્ર આધુનિક યુગની આવશ્યકતા જ નથી પણ આ ક્ષેત્રે રોકાણ કરવાની પણ આકર્ષક તક રહેલી છે. ભારતનું સાઇબર સિક્યોરિટી સેક્ટર આ બંને ઉદાહરણો પૂરા પાડે છે. જે સાઇબર હુમલામાં ચિંતાજનક વધારો, ડિજિટલ ટેકનોલોજીનો વધતો ઉપયોગ અને મજબૂત સરકારી હસ્તક્ષેપો દ્વારા આધારભૂત છે.
દેશનું ડિજિટલાઈઝેશન હાલ જારી હોવાથી, સાઇબર સિક્યોરિટી તેના ડિજિટલ અર્થતંત્રની સલામતી અને સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે એક કેન્દ્રિય આધારસ્તંભ હશે, જે તેને રોકાણ માટે અત્યંત આકર્ષક ક્ષેત્ર બનાવશે.ભારતીય સાઇબર સુરક્ષા બજાર જેનું મૂલ્ય હાલમાં 6 અબજ ડોલરથી પણ વધુ છે. આ બજાર વર્ષ 2028 સુધીમાં 15 અબજ ડોલરના આંકને વટાવીને 20 ટકાથી વધુ ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ છે. આ ઝડપી વિસ્તરણથી વૈશ્વિક સાઇબર સુરક્ષામાં ભારત પાંચ ટકાથી આઠ ટકા કમાન્ડ કરશે. બીએફએસઆઈ, હેલ્થકેર, આઈટી અને ઈ-કોમર્સ જેવા નિર્ણાયક ક્ષેત્રે સાઇબર સિક્યોરિટીની માંગ અનુક્રમે 45 ટકા, 21 ટકા, 17 ટકા અને 12 ટકા છે. જે તમામ રક્ષણ મટે અદ્યતન સુરક્ષા માળખામાં રોકાણોને પ્રાથમિકતા આપી રહ્યાં છે. આ સેક્ટર સંવેદનશીલ ડેટાની સલામતી માટે પણ અનિવાર્ય છે. ભારતમાં સાઇબર સિક્યોરિટી લેન્ડસ્કેપ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. ઊભરતાં વલણો તેના ભાવિ માર્ગને આકાર આપી રહ્યાં છે. ઝીરો ટ્રસ્ટ ફ્રેમવર્ક જેવી ટેકનોલોજીઓ, જેને તમામ ઉપકરણો અને વપરાશકર્તાઓની સતત ચકાસણીની જરૂર હોય છે, તે નવા ધોરણ બની રહ્યાં છે.










