કંપનીઓની ડીમર્જરની કવાયત પેરન્ટ કંપનીઓ તથા રોકાણકારો બંને માટે આર્થિક રીતે લાભકારક નિવડી છે.


ગત વર્ષે પુનઃરચનાના ભાગરૂપે બિઝનેસનું વિભાજન કરનારી કંપનીઓમાં ઈન્વેસ્ટર્સ તરફથી રોકાણ પ્રવાહને કારણે કંપનીઓને આ કવાયત ફળી છે. કેમ કે, ડિમર્જરના કારણે ઘણાં કેસોમાં એવું જોવા મળ્યું છે કે, મૂલ્ય અનલોકિંગ થવાને પરિણામે બજાર મૂલ્યમાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ઓછોમાં ઓછી 12 ઘરેલૂં કંપનીઓએ પોતાના બિઝનેસનું વિભાજન કર્યું છે. વિભાજન બાદ અલગ થયેલી અને મૂળ કંપનીઓના સંયુક્ત બજાર મૂલ્યમાં 14 ટકાથી 450 ટકા સુધીનો વધારો થયો છે. એડલવાઈઝ ફાઈનાન્સિયલ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ટાવર્સ હોલ્ડિંગ્સ, એનઆઈઆઈટી, જીએચસીએલ અને ફોર્બ્સ એન્ડ કુ જેવી ઓછામાં ઓછા છ કંપનીઓએ વિભાજન બાદ ઓછામાં ઓછું 50 ટકા વળતર આપ્યું છે.

એડલવાઈઝ ફાઈનાન્સિયલ સર્વિસિસએ પોતાના બિઝનેસને એક અલગ કંપની નુવામા વેલ્થ મેનેજમેન્ટમાં વિભાજીત કરી હતી. સૌથી વધુ લાભ મેળવનારી કંપનીઓ પૈકીની એક છે. એડજસ્ટમેન્ટની તારીખે એડલવાઈઝ ફાઈનાન્સિયલની માર્કેટ મૂડી રૂ.6,281 કરોડ હતી. તેની સામે સોમવારે એડલવાઈઝ અને નુવામાની સંયુક્ત બજાર મૂડી રૂ.34,579 કરોડ હતી. જે સમાન સમયગાળા દરમ્યાન નિફ્ટીના 35 ટકા વળતરની સરખામણીએ 450 ટકા વળતર આપે છે. નુવામાને 26મી સપ્ટેમ્બર 2023ના રોજ લિસ્ટેડ કરવામાં આવી હતી. ડિમર્જર કંપનીઓને હોલ્ડકો ડિસ્કાઉન્ટને દૂર કરતાં સમગ્ર કંપનીઓમાં વેલ્યૂ નિર્માણને માળવાની મંજૂરી આપે છે, જે પેટાકંપનીના ડાયરેક્ટ લિસ્ટેડ થવા પર પેરન્ટ કંપનીના મૂલ્યાંકન પર ડિસ્કાઉન્ટ આપશે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેના નોન-કોર બિઝનેસ અને રિયલ એસ્ટેટને અલગ કંપની, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લેન્ડ એન્ડ એસેટમાં વિભાજીત કરી હતી. જે આ વર્ષેમાં માર્ચમાં બજારમાં લિસ્ટેડ થઈ હતી. ગયા વર્ષે માર્ચમાં પ્રિ-એડજસ્ટમેન્ટથી આ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડી 250 ટકા વધીને રૂ.15,333 કરોડ થઈ હતી. જે આ સમયગાળા દરમ્યાન નિફ્ટીના 44 ટકા વળતરની સરખામણીમાં છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાઈ ગ્રોથ વર્ટિકલ્સને અલગ કરીને રોકાણકારો વિભાજિત બિઝનેસમાં સારૂં રોકાણ કરવાની વૃત્તિ ધરાવે છે. સ્વતંત્ર રીતે સંચાલન કરવાથી આવી ડિમર્જ કંપનીઓને પોતાના લક્ષ્યાંકને વેગ આપવામાં, મૂડી વહેંચણીને અનુકૂળ કરવામાં, ઉદ્યોગોના વલણો સાથે વધુ સારી રીતે તાલમેલ સ્થાપવામાં, ટકાઉ મૂલ્ય નિર્માણને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે. વધુમાં જે સંસ્થાઓ કોઈ કંપનીના દેવાનો અપ્રમાણસર હિસ્સો ધરાવે છે તેઓ ઘણીવાર ઓછા મૂલ્યાંકનનો સામનો કરે છે. આવા એકમોને ડીમર્જ કરવાથી આ અસંતુલનને સુધારી શકાય છે.

વર્તમાનમાં આઈટીસી, વેદાન્તા, એચઈજી, અરવિન્દ અને ક્યૂસ કોર્પ સહિતની ડઝન જેટલી કંપનીઓએ ડીમર્જરની જાહેરાત કરી છે. જો કે ડીમર્જરની આ કાર્યવાહી પૂર્ણ થવામાં 12થી 18 મહિનાનો સમય લાગશે.


  • Follow us on: