રિલાયન્સના જીયોસિનેમા અને ડિઝની + હોટસ્ટારના મર્જરની સંભાવના વચ્ચે દિલ્હી સ્થિત એક એપ્લિકેશન ડેવલોપરે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું સપનું સાકાર કરવાના ઈરાદે જીયોહોટસ્ટાર.કોમ નામના અધિકારો મેળવી આ નામના રાઈટ્સના સોદા માટે વેબસાઈટના માધ્યમથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સંપર્ક સાધ્યો હતો અને પોતાનો શિક્ષણ ખર્ચ ઉઠાવવા કહ્યું હતું. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ દિલ્હીના એપ ડેવલોપરના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સમગ્ર ઘટનાક્રમે ભારે ચર્ચા જગાવી છે.


દિલ્હીના એપ ડેવલોપરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સુધી સંદેશો પહોંચાડવા વેબસાઈટ પર એક પત્ર સાર્વજનિક કર્યો હતો. પત્રમાં માંગણી કરવામાં આવી હતી કે, આ નામના અધિકારો મેળવવા માટે હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવે. જો કે હજુ સુધી આ એપ ડેવલોપરની ઓળખ સામે આવી નથી. તેણે આ પત્ર પર *ડ્રીમર* તરીકે હસ્તાક્ષર કર્યા હતા. પત્રમાં એપ ડેવલોપર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મલ્ટી બિલિયન ડોલર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપની માટે મારા શિક્ષણનો ખર્ચ ખૂબ નજીવો હશે.


  • Follow us on: