રોકાણકારના દરેક પ્રકાર માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ્સ શેરબજારમાં ભાગ લેવા માટે આસાન અને સુવિધાજનક રીત છે. હવે આ ફ્ંડ્સ તમારા અને મારા જેવા ઘણા બધા રોકાણકારો પાસેથી નાણાં ભેગાં કરે છે અને અલગ અલગ કંપનીઓના શેરો ખરીદી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. શેર પસંદગી કરવાની નિપુણતા વિના શેરબજારમાં તમારાં નાણાંની વૃદ્ધિ કરવાની આ સૌથી સ્માર્ટ રીતમાંથી એક છે. આથી કયા શેરોની ખરીદી કરવી જોઈએ અથવા તેમનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ તેની મગજમારી કરવાને બદલે તમે આ કામ વ્યાવસાયિક ફ્ંડ મેનેજરો પર છોડી શકો છો, જેઓ તમારે માટે બધું સંભાળી લેશે.


ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં રોકાણ શા માટે કરવું જોઈએ?

રોકાણકારો માટે ઈક્વિટીમાં રોકાણ કરવાના વિવિધ વિકલ્પો છે, જેમ કે, પીએમએસ, એઆઈએફ્, ઈક્વિટી એમએફ્ અને ડાયરેક્ટ ઈક્વિટી. જોકે આ સર્વમાં ઓછા ખર્ચાળ અને કિફયતી વિકલ્પ ઈક્વિટી એમએફ્ અને ડાયરેક્ટ ઈક્વિટી છે. પીએમએસ અને એઆઈએફ્ ઉચ્ચ લઘુતમ ટિકિટ આકાર અને ઉચ્ચ વ્યવસ્થાપન ફીનો અવરોધ ધરાવે છે. ફરી એક વાર ડાયરેક્ટ ઈક્વિટી થકી રોકાણ બધા માટે અનુકૂળ નથી, કારણ કે તેમાં શેરની પસંદગી કરવા, કંપનીના ફ્ંડામેન્ટલ્સનું વિશ્લેષણ કરવા અને નિયમિત રીતે શેરોની નાણાકીય કામગીરીનું પગેરું રાખવા માટે નિપુણતા આવશ્યક છે, જે નિયમિત રોકાણકારો માટે અનુકૂળ નથી. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં રોકાણ કરીને રોકાણકારોને ઓછા ખર્ચે વ્યવસાયિક રીતે વ્યવસ્થાપન સાથે પોર્ટફોલિયોમાં ડાઈવર્સિફાઇડ રોકાણ કરવા પહોંચ મળે છે.

દાખલા તરીકે, તમારી પાસે ડાયરેક્ટ ઈક્વિટી થકી રોકાણ કરવા રૂ. 1000 છે. તમે તે રકમ થકી કોઈ પણ એક કંપનીમાં જ રોકાણ કરી શકો છો, પરંતુ તેટલી જ રકમ સક્રિય ડાઈવર્સિફાઇડ ઈક્વિટી ફ્ંડમાં રોકાણ કરીને તમે વ્યાવસાયિક પોર્ટફોલિયો વ્યવસ્થાપન સાથે 30થી 40 અલગ અલગ શેરોમાં રોકાણ કરો છો.

માર્કેટ કેપ આધારિત શ્રેણીઓ અથવા ઈન્ડેક્સ વિશિષ્ટ શ્રેણી કે ક્ષેત્ર વિશિષ્ટ ફ્ંડ્સ જેવી ઘણી બધી શ્રેણીઓ પસંદગી માટે હોવાથી રોકાણકાર મૂંઝવણમાં મુકાઈ શકે છે. તેમનાં લક્ષ્યો, વળતર અને જોખમ સ્તરને આધારે દરેક માટે ફ્ંડ્સ હોય છે. તો ચાલો, આ બધી શ્રેણીઓ અને તેમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ તે સમજીએ.

હાલમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ્સની 13 અલગ અલગ શ્રેણીઓ કાર્યરત છે. ઈક્વિટી મ્યુચ્યુઅલને ફ્ંડ્સ વ્યાપક રીતે 4 શ્રેણીઓ, માર્કેટ કેપ આધારિત ફ્ંડ્સ, વ્યૂહરચના આધારિત ફ્ંડ્સ, સેક્ટોરિયલ /થિમેટિક ફ્ંડ્સ અને પેસિવ ઈન્ડેક્સ ફ્ંડ્સમાં વર્ગીકૃત કરી શકાય.

સક્રિય રીતે વ્યવસ્થાપન કરાતી શ્રેણીઓ- ફ્ંડ મેનેજરો પોર્ટફોલિયોમાં રોકાણ વિશે સક્રિય રીતે નિર્ણય લે છેઃ

માર્કેટ કેપ આધારિત ફ્ંડ્સ- લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ જેવાં ફ્ંડ્સ લોકપ્રિય માર્કેટ કેપ આધારિત ફ્ંડ્સ છે, જે મોટા ભાગનો પોર્ટફોલિયો અંતર્ગત માર્કેટ કેપ શેરોમાં રોકાણ કરે છે અને આપણી પાસે અમુક વધુ ફ્ંડ્સ છે, જેમ કે, લાર્જ અને મિડ કેપ, ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફ્ંડ્સ. આ ફ્ંડના પ્રકાર વિવિધ માર્કેટ કેપ્સમાં શેરોના સંમિશ્રાણ સાથે પોર્ટફોલિયોની બાસ્કેટ જાળવી રાખે છે.

વ્યૂહરચના આધારિત ફ્ંડ્સ- આ ફ્ંડ્સ ચોક્કસ વ્યૂહરચનાને આધારે પોર્ટફોલિયો નિર્માણ કરે છે. દા.ત. ફેકસ્ડ ફ્ંડ, જ્યાં ફ્ંડ મેનેજર ફ્ક્ત 30 ઉચ્ચ કેન્દ્રિત શેરોમાં રોકાણ કરે છે. અન્ય શ્રેણી ડિવિડંડ ઊપજ છે, જ્યાં ફ્ંડ મેનેજર પીએસયુ જેવી ઉચ્ચ ડિવિડંડ ઊપજ ધરાવતા શેરોની બાસ્કેટમાં રોકાણ કરશે અને અંતે વ્યૂહરચના વેલ્યુ/ કોન્ટ્રા છે, જ્યાં ફ્ંડ મેનેજર ઉત્તમ ફ્ંડામેન્ટલ્સ અને વૃદ્ધિની સંભાવના ધરાવતા પરંતુ ઓછું મૂલ્ય અથવા ઓછી કામગીરીના શેરોમાં રોકાણ રે છે.

સેક્ટોરિયલ/ થિમેટિક ફ્ંડ્સ- આ ફ્ંડ્સ પોર્ટફોલિયોના ઓછામાં ઓછા 80% ચોક્કસ ક્ષેત્ર/ થીમની ઈક્વિટીઓમાં રોકાણ કરે છે. મૂળભૂત રીતે ઈન્ફ્રા, પીએસયુ અને એફ્એમસીજી, ઈટીસી જેવાં એક ક્ષેત્ર/ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફ્ંડ્સની શ્રેણી અંતર્ગત ક્ષેત્રની કામગીરીને આધારે ચક્રીય કામગીરી હેઠળ પસાર થાય છે, જે રોકાણકારોના સર્વ પ્રકાર માટે અનુકૂળ નથી.

પેસિવ ઈક્વિટી ફ્ંડ્સ

આ ફ્ંડ્સ અંતર્ગત બેન્ચમાર્ક/ ઈન્ડેક્સના પોર્ટફોલિયોને પ્રતિકૃત કરે છે. આ શ્રેણીમાં ફ્ંડ મેનેજરો પોર્ટફોલિયોમાં સક્રિય રીતે રોકાણ કરતા નથી. તેઓ અંતર્ગત ઈન્ડેક્સની કામગીરી અને પોર્ટફોલિયોને પ્રતિકૃત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ફ્ંડ્સ ચોકકસ ઈન્ડેક્સને અનુસરે છે. તે આલ્ફ ઊપજાવનાર પર ધ્યાન કેન્દ્રિત કરતાં નથી. રોકાણકારોએ યાદ રાખવું જોઈએ કે આ ઈન્ડાઈસીસ દરેક 6 મહિને બદલાય છે, જેથી ઓછી કામગીરીના શેરો પોર્ટફોલિયોમાં જળવાઈ રહે છે અને ફ્ંડ મેનેજરો તેમાં ફેરફાર કરી શકતા નથી.

આમાંથી આદર્શ રોકાણઃ

મ્યુચ્યુઅલ ફ્ંડ્સની વિવિધ શ્રેણીમાં માર્કેટ કેપ આધારિત ફ્ંડ્સ અને વ્યૂહરચના આધારિત ફ્ંડ્સ રોકાણકારો માટે સૌથી આદર્શ રોકાણ વિકલ્પ છે, કારણ કે તે સક્રિય રીતે વ્યવસ્થાપન કરાતાં ડાઈવર્સિફાઇડ ઈક્વિટી ફ્ંડ્સ છે. તમે આ મ્યુચ્યુઅલ ફ્ંડ્સ અપનાવીને વિવિધ શ્રેણીઓ અને માર્કેટ કેપ્સ અને ક્ષેત્રોમાં સુવિધાજનક રીતે ડાઈવર્સિફાઈ કરી શકો છો અને પોર્ટફોલિયોનું સંતુલન પણ જાળવી રાખી શકો છો, જે તમને અસ્થિરતાને દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે. તિથિ વર્ષ 2023માં માર્કેટ કેપ આધારિત શ્રેણીનાં ફ્ંડ્સ, જેમ કે, મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સે નિફ્ટી 50 સામે અનુક્રમે 9% અને 14% સરેરાશ આલ્ફ ઊપજાવ્યા હતા અને કોન્ટ્રા તથા ડિવિડંડ જેવી વ્યૂહરચના આધારિત શ્રેણીઓએ નિફ્ટી 50 સામે 7% સરેરાશ આલ્ફ ઊપજાવ્યા હતા. આથી ડાઈવર્સિફાઇડ ઈક્વિટી શ્રેણીમાં રોકાણ કરીને લાંબે ગાળે 3થી 5% સરેરાશ આલ્ફ ઊપજાવવાની સંભવિત શક્યતા છે.

વ્યૂહરચનાત્મક શ્રેણીની પસંદગી સાથે આલ્ફ નિર્મિતી અને ફ્ંડ મેનેજરોની સ્થિતિસ્થાપકતાની દ્રષ્ટિએ અલગ અલગ ચક્રોમાં સિદ્ધ ટ્રેક રેકોર્ડ ધરાવતાં ફ્ંડ્સ પસંદ કરવાની ખાતરી રાખો. આ વ્યૂહાત્મક ફ્ંડની પસંદગી અને એએમસીમાં ડાઈવર્સિફ્કિેશન કોઈ પણ ચોક્કસ ફ્ંડ મેનેજર અથવા એએમસીની કામગીરી સાથે સંકળાયેલા એકાગ્ર જોખમ ઓછા કરવામાં મદદ કરે છે અને અલગ અલગ એએમસી સાથે જુદી જુદી રોકાણ શૈલીમાં રોકાણ આપે છે, જે બજારનાં ચક્રોના સર્વ પ્રકારમાંથી આસાનીથી પસાર થવામાં મદદ કરે છે. તો સૂઝબૂઝપૂર્વક ચૂંટો, સાતત્યતા રાખો અને બાકી બધું સમયઅને બજાર પર છોડી દો!

  • Follow us on: