યુએસ પ્રેસિડેન્ટની ટેરિફ યુરો ઝોનના વૃદ્ધિદર પર વિપરીત અસર કરી શકે છે એવી ભીતી વચ્ચે યુરોપિયન સેન્ટ્રેલ બેંકે (ઇસીબી) ગુરુવારે વધુ એક વાર વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

ઈસીબીએ વ્યાજદરમાં 02.5 ટકાનો ઘટાડો કર્યો છે અને આ સાથે બેન્ચમાર્ક વ્યાજદર ઘટીને 2.25 ટકાના સ્તરે પહોંચ્યો છે. આ સાથે ઇસીબી દ્રારા સતત છઠ્ઠી વાર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ શ્રોણીનો સૌપ્રથમ ઘટાડો 2023માં કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે ઇસીબીએ છઠ્ઠી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો એ આૃર્યજનક છે પણ વૃદ્ધિદરને વેગ મળે એવા હેતુથી આ ઘટાડો કરવામાં આવ્યો છે એવો મત તેઓ વ્યક્ત કરી રહ્યા છે.