મે મહિનામાં સતત નેટ લેવાલી કરવાનો ટ્રેન્ડ ચાલુ રાખીને એફઆઇઆઇએ આજે પણ ભારતીય શેરબજારમાં રૂ. 2,007 કરોડની નેટ લેવાલી કરી હતી, જ્યારે આનાથી વિપરીત ડીઆઇઆઇએ રૂ. 596 કરોડની નેટ વેચવાલી કરી હતી.
આ સાથે મે મહિનાના કુલ પાંચ સેશનમાં એફઆઇઆઇએ કુલ રૂ. 11,655 કરોડની નેટ લેવાલી કરી છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો આ સાથે ઘટીને રૂ. 6,463 કરોડ થાય છે. એફઆઇઆઇએ મે મહિનાના પાંચેય સેશનમાં નેટ લેવાલી કરી છે, જ્યારે ડીઆઇઆઇએ આ પાંચ પૈકી બે સેશનમાં નેટ વેચવાલી જ્યારે બાકીના ત્રણ સેશનમાં નેટ લેવાલી કરી છે. ઉલ્લેખનિય છે કે માર્ચ અને એપ્રિલના છેલ્લા ટ્રેડિંગ સેશનોમાં જંગી લેવાલી કરી એફઆઈઆઈ આ બંને મહિનાઓમાં નેટ બાયર્સ રહી હતી.
