ઓક્ટોબર 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) દ્વારા ઓઈલ એન્ડ ગેસ, ફાઈનાન્સિયલ, ઓટો, એફએમસીજી, કન્ઝયૂમર અને દસ અન્ટ ક્ષેત્રોમાં 24 અબજ ડોલરની ભારે વેચવાલી કરવામાં આવી હતી.
એમ એનએસડીએલના ડેટામાં જણાવવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન વિદેશી રોકાણકારો દ્વારા ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી), રિયાલ્ટી, ટેક્સટાઈલ્સ અને ચાર અન્ય સેક્ટરમાં ત્રણ અબજ ડોલરના શેરોની ખરીદી કરવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય શેરબજારમાં 21 અબજ ડોલરના સ્ટોક્સની નેટ વેચવાલી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો હતો. જ્યારે બ્રોડર બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડાઈસિસમાં 13 ટકા સુધીનો ઘટાડો થયો હતો.
