ટેક્નોલોજીમાં પ્રગતિ અને ઈલેક્ટ્રીક વેહિકલ્સ-EV-ના ઉદયને પગલે હાલમાં વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ આમૂલ પરીવર્તનના દૌરમાંથી પસાર થાય છે.
રાષ્ટ્રો હવે સાતત્યપૂર્ણ પરિવહન પર ભાર આપતા હોવાથી વ્યક્તિગત પરિવહનનો ઝોક EV તરફ વધતો જાય છે. જો કે, આવું પરીવર્તન ભારતના ઓટોમોબાઈલ સેક્ટર માટે ખાસ કરીને તેના ઓટો-પાર્ટ નિર્માતા ઉદ્યોગકારો અને કામદારોને માટે અવસરની સાથે સાથે તિવ્ર પડકાર પણ ઊભો કરે છે.
ભારત 2820થી વધુ ઓટો-ઘટક નિર્માતા માટે ઘર બન્યું છે જે પૈકી ઘણા આંતરીક દહન યંત્ર યાને ICE ધરાવતા વાહનો બનાવે છે. ICEના 45-80 ટકા સુધીના ઘટકો પાવર આધારીત હોવાથી હવે EV તરફ વધતું વલણ તેના માટે પડકાર બને છે. પાવરટ્રેઈન પર આધારીત 600-800 ભાગ પર આધારીત પરંપરાગત કારના બદલે હવે EV બેટરી આધારીત ઈલેક્ટ્રીક પાવર મોટર્સ ચાલતી હોવાથી એન્જિનના ઘણા ઘટકોની માંગ હવે ઓછી થઈ જાય છે.
ICE પાવરટ્રેઈન નિર્માણ પર આધારીત હોવાને લીધે પૂણેના જ 1100 જેટલા ઓટો-ઘટક નિર્માતાઓ પૈકીના આશરે 25 ટકા પર ઊંચી કે મધ્યમ અસર થવાની છે, એવો iFORESTનો હેવાલ જણાવે છે. મહારાષ્ટ્રના મહત્ત્વના ઓટો-નિર્માતા જિલ્લાઓ જેવા કે, પૂણે, નાશિક, ઓરંગાબાદ, મુંબઈ(પરા), થાણે અને કોલ્હાપુર કે જ્યાં રાજ્યના 83 ટકા ઔપચારિક શ્રામિકો કે 65 ટકા ઓટોમોબાઈલ યુનિટ આવેલા છે, તેના પર આ પરીવર્તનની વિપરીત અવસર જોવા મળવાની છે.
ભારતનું ઓટોમોબાઈલ અને ઓટો-ઘટક સેક્ટર ઔપચારિક રીતે 3,40,000 લાખ કામદારોને રોજગાર આપે છે, જે પૈકીની 31 ટકા નોકરીઓ પર EV પરીવર્તનની અસર પડવાની આશા છે.
ICEના પાર્ટની માંગમાં ઘટાડો થતાં 14 ટકા જેટલી નોકરીઓ સમાપ્ત થઈ જઈ શકે.
17 ટકા જેટલી નોકરીઓમાં બેટરી ટેક્નોલોજી, ઈલેક્ટ્રીક ચાલક અને સોફ્ટવેર સંકલનને લગતી સ્કીલ્સમાં ફેરફાર કરવો જરૂરી બનશે.
પરંપરાગત ICE ઘટક સંકલનની માંગ ઘટતાં નિર્માણને લગતી નોકરીઓ પર સૌથી વધુ અસર થશે.
આવી વિઘાતક અસર છતાં, તેની રોજગાર પર એકંદર અસર વિધાયક રહેવાની આશા છે. ICE વાહનોની સરખામણીએ EV વાહનોમાં પ્રતિવાહન કામદારોની સંખ્યા ઓછી જરૂરી હોવા છતાં, આગામી વર્ષોમાં ભારે મોટી સંખ્યામાં EV આવવાના હોવાથી રોજગાર પણ વધશે. iFORESTના ભારતીય મોડેલ મુજબ, 2023-24માં 17 લાખ વાહનોથી માંડીને 2036-37 સુધીમાં પેસેન્જર કાર નિર્માણની સંખ્યા 33 થી 27 લાખ સુધી વધી જવાની છે.
ગોખલે ઈન્સ્ટીટયુટ ઓફ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સના ઉપકુલપતિ ડો અજિત રાનડેએ આ પરીવર્તન માત્ર નોકરીઓનું રક્ષણ કરે એને બદલે કામદારનું રક્ષણ કરે તેના પર ભાર મૂક્યો હતો.
ભારતના ઓટો-નિર્માતાઓ પૈકી 97 ટકાનો સમાવેશ અતિ નાના-નાના અને મધ્યમ કદના સાહસિકો MSME-માં થાય છે. આવા નાના સાહસિકો પાસે ઝડપથી EV નિર્માણ ક્ષેત્રે ઝંપલાવવા માટે પૂરતા આર્થિક સ્રોત, કે ટેક્નોલોજીકલ ક્ષમતા હોતા નથી. મહારત ચેમ્બર ઓફ કમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રિકલ્ચરના મહાનિર્દેશક પ્રશાંત ગિરબાનેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉદ્યોગ જૂથો નીચેની જોગવાઈ કરીને નિર્ણાયક ભૂમિકા અદા કરી શકેઃ
વિસ્થાપિત કામદારો માટે કૌશલ્યવર્ધન કાર્યક્રમ
MSME માટે ટેક્નોલોજીકલ સહાય
આ પરીવર્તન સરળ બનાવવા વ્યૂહાત્મક માર્ગદર્શન
સ્થાનિક નિર્માતાઓ 100 અબજ ડોલર્સનો નિકાસ લક્ષ્યાંક હાંસલ કરી શકે એ માટે વૈશ્વિક ઓટો-નિર્માતાઓ ભારતમાં એકમો સ્થાપે એવી જરૂર હોવાનું બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપનો હેવાલ જણાવે છે. પોતે વૈશ્વિકસ્તરનું ઓટો-નિર્માણ ગૃહ બની રહે એ માટે ભારતમાં ઘરઆંગણે EV સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવવી નિર્ણાયક બની રહેશે.
ભારતમાં EV ક્ષેત્રનું પરીવર્તન ઓટો-ઘટક નિર્માતાઓ અને કામદારો માટે મહત્ત્વનો પડકાર બને છે ત્યારે સાથે-સાથે એ વિકાસ, રોજગાર નિર્માણ અને ટેક્નોલોજિકલ પ્રગતિના દ્વાર પણ ખોલે છે. આવું પરીવર્તન તમામ હિતધારકોને લાભ કરે એ માટે સરકાર, ઉદ્યોગકારો અને ખાનગી સાહસિકોએ સહકાર સાધવો જોઈએ. આ પરીવર્તનને સફળતાપૂર્વક લાવવા માટે રી-સ્કીલિંગ કાર્યક્રમો, ટેક્નોલોજીનો ઉપયોગ અને વિદેશી રોકાણ નિર્ણાયક ભૂમિકા અદા કરશે.
