અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે સોના અને ચાંદીમાં 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.
અખાત્રીજના આગલા દિવસે જ બંને ધાતુઓના ભાવમાં આવેલા ઉછાળાએ ગ્રાહકોને નિરાસ કર્યા હતા. અખાત્રીજના શુભ દિવસે સોનું ખરીદવું છે.. પરંતુ ભાવને લઇને ગ્રાહકો પાછા પડી રહ્યા છે. અખાત્રીજનું મૂહુર્ત સાચવવા માટે થોડું ઘણું સોનું ખરીદીને સંતોષ માનશે. સોનાનાં વધેલા ભાવે ઝવેરી બજારોને ઠંડા કરી દીધા છે. ગત વર્ષ 2024માં અખાત્રીજના દિવસે 24 કેરેટવાળા સોનાનો 10 ગ્રામનો ભાવ 73,300 રૂપિયા હતો. જે આ વર્ષે 25,700 રૂપિયા વધીને સીધો 99,000 રૂપિયા થઇ ગયો છે ! જ્યારે ગત વર્ષનો કિલો ચાંદીનો ભાવ 86,500 રૂપિયા હતો જે હાલ 11,500 રૂપિયા વધીને 98,000 થઇ ગયો છે ! આમ આ વર્ષે અખાત્રીજમાં સોનું અને ચાંદી અનેકગણા ભાવવાળું હોવાથી ગ્રાહકો હેબતાઇ ગયા છે.
સોનું જ્યારથી એફેલાખની કિંમતને વટાવી ગયું છે ત્યારથી બજારમાં સોનાની ખરીદી 60 ટકા સુધી ઘટી જવા પામી હોવાનું જાણકારોનું અનુમાન છે. સોનાના ભાવે તો લગ્નના બજેટ પણ ખોરવી દીધા છે. લોકો હવે ચાંદીના દાગીના ઉપર ગોલ્ડ પેલેટ ચઢાવીને પહેરતા થયા છે. વૈશ્વિફેબજારમાં સોનું 22 ડોલર વધીને 3,310 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 25 સેંન્ટ વધીને 33.29 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ સોનામાં જુન માસનો વાયદો 699 રૂપિયા ઘટીને 95,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. સ્ઝ્રઠ ચાંદીમાં મે માસનો વાયદો 572 રૂપિયા વધીને 97,036 રૂપિયા પ્રતિ કિલો ચાંદી થઇ હતી. કોમેક્સ બજારમાં સોનું 24.20 ડોલર ઘટીને 3,323.50 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. જ્યારે કોમેક્સ ચાંદી 2.50 સેંન્ટ વધીને 33,255 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોનાના વધેલા ભાવે ઝવેરી બજારની દશા બગાડી દીધી છે. સીજી રોડ પરના જ્વેલર્સોના જણાવ્યા મુુજબ દાગીનાની મજૂરી ઉપર 10 થી 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટના આકર્ષફેસ્કીમ મૂકી હોવા છતાંય ગ્રાહકો આકર્ષાયા નથી. અખાત્રીજના દિવસે જ ખબર પડશે કે આ વર્ષની અખાત્રીજ વેપાર માટે કેવી રહેશે.