અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોમવારે સોનામાં 200 રૂપિયા અને ચાંદીમાં 500 રૂપિયા ઘટયા હતા.
આ સાથે અમદાવાદમાં 24 કેરેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 99,300 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 97,000 રૂપિયા બોલાયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 28 ડોલર ઘટીને 3,330 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 16 સેંન્ટ ઘટીને 33.34 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનું 791 રૂપિયા ઘટીને 95,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે ચાંદી 268 રૂપિયા ઘટીને 97,786 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી. કોમેક્સ બજારમાં સોનું 37.30 ડોલર ઘટીને 3,328.10 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 0.89 સેંન્ટ ઘટીને 33,520 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
