અમદાવાદના સોના-ચાંદી બજારમાં ગુરૂવારે સોના અને ચાંદી બંનેમાં અનુક્રમે 700 અને 1,000 રૂપિયાનો ભાવ વધારો જોવાતા બંનેની ચમક વધી હતી.
ફેબ્રુઆરી માસમાં આ ત્રીજી વખત બની રહ્યું છેકે જેમાં સોનાના ભાવ 88 હજારને પાર પહોંચ્યા છે. ગત તા. 10 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 88,600 રૂપિયાની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદ આજે ગુરુવારે સોનાનો ભાવ 88,500 રૂપિયા પહોંચ્યો છે. ફેબ્રુઆરી માસના છેલ્લા 13 દિવસમાં સોનામાં 3,400 રૂપિયાનો ભારે વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ચાંદીની ચમક-દમક પણ નીખરી રહી છે. ગુરૂવારે એક કિલો ચાંદીની કિંમત 95,000 રૂપિયા થઇ હતી. ફેબ્રુઆરીમાં ચાંદીમાં 2,500 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ગુરુવારે સોનું 33 ડોલર વધીને 2,918 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી પણ 49 સેંન્ટ વધીને 32.32 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. કોમેક્સ સોનું 15.30 ડોલર વધીને 2,944 ડોલર પ્રતિ ઔંસ વેચાયું હતું. કોમેક્સ ચાંદી 0.15 સેંન્ટ વધીને 32,800 ડોલર પ્રતિ ઔૅસ વેચાઇ હતી. સ્ઝ્રઠ સોનામાં એપ્રિલ માસના વાયદામાં 447 રૂપિયા વધ્યા હતા. આમ સોનું 85,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે સ્ઝ્રઠ ચાંદીના માર્ચ માસના વાયદામાં 114 રૂપિયા વધ્યા હતા. આમ એક કિલો ચાંદીનો ભાવ 95,616 રૂપિયા થયો હતો.
અમદાવાદીઓ સોના-ચાંદીમાં વાર-તહેવારે ભારે ખરીદી કરતા હોય છે. તેવામાં હાલ ચાલી રહેલા લગ્નગાળાને લઇને પણ બજારમાં ખરીદી જોવા મળી રહી છે. આ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે હાલ સોના-ચાંદીના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. સોનું તેની ઓલટાઇમ હાઇ સપાટી બનાવી રહ્યું છે.