અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે સોનામાં 1,500 અને ચાંદીમાં 2,000 રૂપિયા ઘટયા હતા. અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી માટે લોકો સારા એવા ભાવ ઘટાડાની રાહ જોતા રહ્યા પરંતુ તે આશા ઠગારી નીવળી.

ત્યારે અખાત્રીજના બિજા દિવસે સોના-ચાંદીની કિમતોમાં સારો એવો ભાવ ઘટતા લોકોએ નિસાસા નાંખ્યા હતા. વૈશ્વિક બજારમાં સોનું 73 ડોલર ઘટીને 3,206 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 62 સેંન્ટ ઘટીને 31.75 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ સોનામાં જુન માસનો વાયદો ગુરૂવારે 2,389 રૂપિયા ઘટીને 10 ગ્રામ સોનાનો ભાવ 92,313 થયો હતો. જ્યારે સ્ઝ્રઠ ચાંદીમાં મે માસનો વાયદો 2,095 રૂપિયા ઘટીને 92,569 રૂપિયે કિલો ચાંદી થઇ હતી.

કોમેક્સ સોનું 99.40 ડોલર ઘટીને 3,219.70 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 8.46 સેંન્ટ ઘટીને 31,685 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોનામાં અઠવાડિયમાં જ પાંચ હજાર રૂપિયા ઘટયા છે. જ્યારે ચાંદીમાં છેલ્લા બે દિવસમાં 4,000 રૂપિયા ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના વધતા જતા ભાવની અસર તેની માંગ પર પણ પડી રહી છે. લોકો અતિ મોંઘા ભાવે સોનું ખરીદતા હાલ ખચકાટ અનુભવી રહ્યા છે. બીજી તરફ ભારતમાં જાન્યુઆરીથી માર્ચ માસ સુધીના ત્રિ-માસિક ગાળામાં સોનાની માંગમાં ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં 15 ટકા ઘટી હોવાનું જાણવા મળે છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિ-માસિક ગાળામાં ભારતમાં 118.1 ટન સોનાની માંગ રહી હતી. જ્યારે દુનિયાભરમાં ચાલુ વર્ષના પ્રથમ ત્રિ-માસિક ગાળામાં સોનાની માંગ 1 ટકા વધીને 1,206 ટન થઇ હતી. જે વર્ષ 2019 પછીનો સૌથી મોટો પહેલા ત્રિ-માસિક ગાળાનો આંકડો છે.

હાલ વિશ્વમાં ચાલી રહેલી આર્થિક કટોકટીને લઇને સોનાની માંગ વધી છે. ત્યારે સોનું ફુગાવા સામે રક્ષણ આપે છે. રૂપિયો ગબળે તો પણ સોનાની કિંમત કાયમ રહે છે. યુદ્ધ , મંદી, આર્થિક અનિચ્છિતતાના સમયે સોનું સુરક્ષીત રોકાણ છે. જરૂરતના સમયે વેચવા જતા રોકળ પણ મળી રહે છે.