અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે સોનામાં 700 રૂપિયા અને ચાંદીમાં 500 રૂપિયાનું ગાબડું પડયું હતું. 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 98,300 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 97,500 રૂપિયા રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં સોનું 18 ડોલર ઘટીને 3,295 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી બે સેન્ટ ઘટીને 33.30 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં જુન માસનો વાયદો 7 રૂપિયા વધીને 95,285 રૂપિયા પ્રતિ ઔંસ થયો હતો. MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 995 રૂપિયા વધીને 98,250 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

કોમેક્સ બજારમાં સોનું 5.60 ડોલર વધીને 3,300.50 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 3.25 સેંન્ટ વધીને 33,485 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મે માસ દરમિયાન સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. મે માસના પ્રારંભે તા.1 મેના રોજ સોનાનો ભાવ 96,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે તા.29 મેના રોજ સોનાનો ભાવ 98,300 રૂપિયા રહ્યો છે. આમ એક માસમાં સોનાના ભાવમાં 1,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી તા.1 મેના રોજ 94,000 ભાવ પ્રતિ કિલોનો હતો. તા.29 મેના રોજ ચાંદીનો ભાવ 97,500 રૂપિયા થયો છે. આમ 3,500 રૂપિયા ભાવ વધ્યો છે.