અમદાવાદ સોના-ચાંદી બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં 1,500 અને ચાંદીમાં 1,000 રૂપિયાનો જમ્પ વાગ્યો હતો. 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ વધીને 98,200 રૂપિયા અને એક કિલો ચાંદીના ચોરસાનો ભાવ 95,500 રૂપિયા થયો હતો.
વૈશ્વિક બજારમાં સોનું 76 ડોલર વધીને 3,317 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 45 સેંન્ટ વધીને 32.47 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. MCX માર્કેટમાં સોનામાં જુન માસનો વાયદો 1,988 રૂપિયા વધીને 10 ગ્રામ સોનાનો ભાવ 94,625 રૂપિયા થયો હતો. જ્યારે MCX ચાંદીમાં મે માસનો વાયદો 611 રૂપિયા વધીને 93,900 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.
કોમેક્સ બજારમાં સોનામાં 81.80 ડોલર વધીને સોનું 3.325.10 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 3.71 સેંન્ટ વધીને 32,920 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. ચાલુ વર્ષે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં સોનામાં ભારે તેજી જોવા મળી હતી. જાન્યુઆરી માસમાં 80,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી સફર શરૂ કરીને સોનાએ એપ્રિલ માસમાં 1,01,500 રૂપિયાની રેકોર્ડબ્રેક ઉંચાઇ મેળવી હતી. જ્યારે ચાંદીએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કિલોએ 90,500 રૂપિયાથી શરૂ કરીને 1,01,000 ની ઐતિહાસિક સપાટી બનાવી હતી. મે માસમાં બંને ધાતુઓમાં સતત ઘટાડા પછી હાલ તે નવી ઉંચાઇ સર કરવા મથી રહ્યા છે. ધીમી પણ મક્કમ ગતિએ બંને ધાતુઓના ભાવ વધી રહ્યા છે.
મે માસમાં તા.1 મેના રોજ ચાંદીનો ભાવ 94,000 હતો જેમાં પાંચ દિવસમાં 1,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સોનાનો ભાવ 96,500 હતો જેમાં 1,700 રૂપિયા તા.5 મેની સ્થિતિએ ભાવ વધારો જોઇ શકાય છે.