અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોમવારે સોનામાં 500 રૂપિયા વધીને 10 ગ્રામ સોનાનો ભાવ 96,800 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદીમાં 1,000 રૂપિયા વધીને એક કિલો ચાંદીનો ભાવ 96,500 રૂપિયા થયો હતો.

વૈશ્વિક બજારમાં સોનું 37 ડોલર વધીને 3,240 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 26 સેંન્ટ વધીને 32.57 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ સોનામાં જુન માસનો વાયદો 1,229 રૂપિયા વધીને 93,670 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે સ્ઝ્રઠ ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 840 રૂપિયા વધીને 96,158 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

કોમેક્સ સોનામાં 61.30 ડોલર વધીને 3,248.50 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. જ્યારે ચાંદી 4.06 સેંન્ટ વધીને 32,760 રૂપિયા પ્રતિ ઔંસ થઇ હતી. ચાંદીમાં સતત ત્રણ દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ સોમવારે ચાંદીમાં 1,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. સોનામાં પણ ચાર દિવસ બાદ 500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.