અમદાવાદ સોના-ચાંદી બજારમાં બુધવારે સોનામાં 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદી 97,000 રૂપિયાની સપાટીએ સ્થિર જોવા મળી હતી.

અમદાવાદમાં 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 1,00,500 રૂપિયા થયો હતો. જે તેની ઓલટાઇમ હાઇ સપાટીથી માત્ર 1,000 રૂપિયા જ દુર છે. વૈશ્વિક બજારમાં સોનું 10 ડોલર વધીને 3,387 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 17 સેંન્ટ ઘટીને 32.90 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ સોનામાં જુન માસનો વાયદો 225 રૂપિયા ઘટતા 10 ગ્રામ સોનાનો ભાવ 97,266 રૂપિયા થયો હતો. ચાંદીમાં જુલાઇ માસના વાયદામાં 65 રૂપિયા ઘટયા હતા. આ સાથે એક કિલો ચાંદીનો ભાવ 96,636 રૂપિયા રહ્યો હતો.

કોમેક્સ બજારમાં પણ સોનામાં બુધવારે 27.10 ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા સાથે કોમેક્સ સોનું 3,395.70 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદી 2.26 સેંન્ટ ઘટીને 33,155 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.