અમદાવાદ સોના-ચાંદી બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં 500 રૂપિયાના વધારા સાથે તેજી જોવા મળી હતી. જ્યારે ચાંદીના ભાવ ગત સપ્તાહના અંતિમ દિવસ જેટલા જ રહ્યા હતા. સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ 89,500 રૂપિયા અને ચાંદીના ચોરસાનો એક કિલોનો ભાવ 96,000 રૂપિયા રહ્યો હતો. 22 કેરેટ સોનાનો ભાવ 89,300 રૂપિયા અને હોલમાર્ક દાગીનાનો ભાવ 87,710 રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં સોનું બે ડોલર વધીને 2,938 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી બે સેંન્ટ ઘટીને 32.49 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોમવારે MCX બજારમાં સોનાનો એપ્રિલ માસનો વાયદો 266 રૂપિયા વધીને 86,276 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે MCX ચાંદીનો માર્ચ માસનો વાયદો 302 રૂપિયા ઘટીને 95,898 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનામાં 6.50 ડોલર વધીને 2,959.70 ડોલર પ્રતિ ઔંસ સોનું વેચાયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 1.72 સેંન્ટ ઘટીને 32,840 ડોલર પ્રતિ ઔંસ વેચાઇ હતી.