અમદાવાદ સોના-ચાંદી બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ચાંદીમાં સ્થિરતા જોવા મળી હતી.
જ્યારે સોનામાં 1,100 રૂપિયાનો ભાવ ઘટાડો જોવાતા 24 કેરેટવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 98,000 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં સોનામાં 31 ડોલર ઘટીને સોનું 3,288 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદીમાં 18 સેંન્ટ ઘટીને ચાંદી 33.04 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. તાજેતરમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,01,500 રૂપિયાને આંબીને હાલ 98,000ની સપાટીએ સરકી ગયો છે. જેને લઇને આગામી તા.30 એપ્રિલને અખાત્રીજના દિવસે સોનાની ખરીદીને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ઝ્રઠ માર્કેટમાં સોનામાં જુન માસનો વાયદો 158 રૂપિયા ઘટયો હતો. આ સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 94,834 રૂપિયા થયો હતો. ચાંદીમાં મે માસનો વાયદો 178 રૂપિયા ઘટીને એક કિલો ચાંદીનો ભાવ 96,263 રૂપિયા થયો હતો. કોમેક્સ માર્કેટમાં સોનામાં 8.50 ડોલર વધીને સોનું 3,306.90 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 0.40 સેંન્ટ ઘટીને 32,970 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. ગત 22 એપ્રિલે સોનું 1,01,500 રૂપિયાની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચીને છેલ્લા અઠવાડિયામાં 3,500 રૂપિયા તૂટયું છે. એપ્રિલ માસની વાત કરીએ તો તા.1 એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 94,000 હતો જે હાલ 98,000 બોલાઇ રહ્યો છે. આમ એપ્રિલ માસમાં હાલની સ્થિતિએ સોનામાં 4,000 રૂપિયા વધેલા જોવા મળે છે. છેલ્લા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 167 ડોલર ઘટીને હાલ 3,288 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયું છે.
