નાણાંકીય વર્ષના પહેલાં દિવસે ખુશ ખબર સામે આવ્યા છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતા ચૈત્ર નવરાત્રિમાં હોટલ માલિકોને મોટી ભેટ આપી છે. હોટલ-રેસ્ટોરન્ટના માલિકોમાં ખુશી જોવા મળી. 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.45 નો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો નવો ભાવ 1762 રૂપિયા છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ઘરેલુ વપરાશના રાંધણગેસના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવા ભાવ જાહેર કર્યા
તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. આજે 1 એપ્રિલના રોજથી તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ મુજબ રૂ.45નો ઘટાડો કરાયો છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરતાં દિલ્હીમાં 1762, મુંબઈમાં 1714.50, કોલકાતામાં 1872 અને ચેન્નાઈમાં 1924.50ના ભાવ જોવા મળશે.
ગત વર્ષે થયો હતો ઘટાડો
અગાઉ લોકસભા ચૂંટણી પહેલા કોમર્શિયલ લોકોને મોટી ભેટ મળી હતી. સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 એપ્રિલથી કોર્મશિયલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. આનાથી વેપારીવર્ગ મોટી રાહત મળશે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ 19 કિલોના સિલિન્ડરની કિંમત માં ઘટાડો કરાયો હતો. વેપારીઓનું માનવું છે કે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવો જરૂરી છે. કારણ કે આગામી દિવસોમાં ઉનાળાની ગરમીમાં વેકેશન પ્લાનિંગના કારણે હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોનો ભારે ધસારો રહેશે. લોકોની મુલાકાત વધતા તેઓ પ્રવાસીઓને જે પેકેજ આપતા હોય છે તેમાં પણ રાહત આપી શકશે. કોર્મશિયલ સિલિન્ડરમાં થયેલ ઘટાડાની અસરના કારણે હોટલ અને રેસ્ટોરન્ટમાં મુલાકાતીઓ વધતા તેમની આવકમાં પણ વધારો થશે.