આ સપ્તાહ હાઈ વોલેટિલિટી થી ભરપૂર રહ્યું હતું, આખું સપ્તાહ ઈવેન્ટ્સ થી ભરપૂર રહ્યું હતું, મંગળવારના રોજ સતત તૂટી રહેલા બજારમાં રિકવરી જોવાઈ હતી એટલે કે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો ને ચાલુ બજારમાં એટલે કે બજારનો છેલ્લા તબકકામાં જ ન્યૂઝ આવ્યા કે યુક્રેન તથા રશિયાના યુદ્ધમાં અમેરિકી પ્રમુખ જો બાયડનએ યુક્રેન ને અમેરિકાની ATACMS મિસાઇલ રશિયા સામે વાપરવાની મંજૂરી આપી
જેના પ્રત્યાઘાત સ્વરૂપે રશિયાએ ન્યુક્લીઅર શસ્ત્ર્રો વાપરવાના લિમિટના નિયમોમાં ઘટાડો કર્યો હતો આ ન્યૂઝના પગલે આખા દિવસનો ઉછાળો દિવસના છેલ્લા અડધો કલાકમાં ધોવાઈને નેગેટિવ બંધ રહ્યા હતા, બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રજા હતી જેના પરિણામો 23મી નવેમ્બરના રોજ આવશે, ત્યારબાદ અદાણી ગ્રુપના નેગેટિવ ન્યૂઝ ને પગલે બજારમાં વેચવાલીની હોડ લાગી હોય તેવું માહોલ સર્જાયું હતું પરંતુ શુક્રવારના રોજ એટલે કે સપ્તાહના અંતે આગલા દિવસથી વિપરીત સતત તૂટી રહેલા બજારમાં એક તરફી તેજીનો માહોલ જોવા મળ્યો હતો, નિફ્ટી સેન્સેક્સ બંને આશરે અઢી ટકાના નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યા જે છેલ્લા પાંચ મહિનાનો મોટો ઉછાળો હતો જે નોંધનીય છે, તથા નિફ્ટી બેંક દોઢ ટકાના ઉછાળો નોંધાયો હતો, હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું માર્કેટમાં બોટમ બની ગયું છે? તો આ સંજોગોમાં એવું કહી શકાયકે બધા જ મહત્વના સૂચકાંકોમાં હજી એવા સ્તરો છે જેને સર કરવા જરૂરી છે તો જ રિવર્સલ પાક્કું થયું કહી શકાય નહિ તો ગત સપ્તાહના લેખમાં જણવ્યા મુજબ સેલ ઓન રાઈસ જેવું પણ થઇ શકે છે, નવા સપ્તાહના પ્રારંભે પોઝિટિવિટી જોવા મળે પરંતુ સપ્તાહના અંત સુધીમાં પ્રોફ્ટિ બુકિંગ પણ જોવા મળે એકંદરે મિશ્ર રાહ જોવા મળે એવી વકી છે










