- અમેરિકાની વાત કરીયે તે પેહલા આપણે હવે રસાયણો/કેમિકેલ શેરમાં શું કામ રોકાણ કરવું જોઈએ તે સમજીયે.
- સાનુકૂળ ચોમાસાની અપેક્ષા અને ઓછી ચેનલ ઈન્વેન્ટરી સાથે પાકના ઊંચા ભાવ મળવાની આશા
- અમેરિકાના કોઈ એક ચોક્કશ સેક્ટર ના શેરો પરપોટા બને તો તેના પછી હંમેશા મંદી અનુસરવામાં આવે છે
કેમિકેલ શેરોમાં રોકાણ કરો.
સ્થાનિક બજારોમાં કૃષિ ક્ષેત્રમાં મજબૂત તેજીના સંકેત મળી રહ્યા છે. સ્થાનિક કૃષિ રસાયણોના ફેર્મ્યુલેશન પર કેન્દ્રિત સ્થાનિક કૃષિ રસાયણોમાં મજબૂત માંગ પુનઃજીવિત થઈ રહી છે.
સાનુકૂળ ચોમાસાની અપેક્ષા અને ઓછી ચેનલ ઈન્વેન્ટરી સાથે પાકના ઊંચા ભાવ મળવાની આશાને કારણે આ એગ્રોકેમ ઉત્પાદકોમાં આગલું વર્ષ સારું જાય તેમ લાગે છે.
FY24માં ચાઈનીઝ ડમ્પિંગ અને ઊંચી કિંમતની ઈન્વેન્ટરી કારણે માર્જિન ધોવાણ સહન કર્યું હતું, તે પણ મજબૂત માંગ પુનઃજીવિત કરી રહ્યા છે અને ચીનમાં પ્રવર્તતા કન્ટેનર ઉપલબ્ધતાના મુદ્દાઓથી આ ક્ષેત્રને ફયદો થવાની સંભાવના છે. એગ્રોકેમિકલ્સમાં, વૈશ્વિક ચેનલ ઈન્વેન્ટરી હજુ પણ એલિવેટેડ છે અને ખેલાડીઓ H2FY25માં માંગમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.
સ્પેશિયાલિટી કેમિકલ માટે માંગમાં
સુધારાનો અંદાજ
સામાન્ય રીતે મોટાભાગના સ્પેશિયાલિટી કેમિકલ પ્લેયર્સ માંગના વાતાવરણમાં સુધારા અંગે સકારાત્મક છે કારણ કે એફ્એમસીજી અને ઓટો જેવા અંતિમ વપરાશકર્તા ઉદ્યોગો માંગમાં પુનઃપ્રાપ્તિ અને ચેનલ ઇન્વેન્ટરીઝમાં ઘટાડો જોઈ રહ્યા છે. મુખ્યત્વે એફ્એમસીજી ને પૂરા પાડતા ખેલાડીઓ ગ્રામીણ માંગમાં સુધારાના સંભવિત લાભાર્થીઓ છે. વધતી જતી નૂર કિંમત અને લાલ સમુદ્રની કટોકટી નજીકના ગાળાના માર્જિન પર દબાણ લાવી શકે છે.
કોમોડિટી કેમિકલ્સ ખેલાડીઓ વર્તમાન માર્જિન જાળવી રાખવાનો વિશ્વાસ ધરાવે છે. સ્થાનિક એગ્રોકેમિકલ અને એફ્એમસીજી ખેલાડીઓ એગ્રોકેમિકલ મધ્યવર્તી ઉત્પાદકો સાથે મજબૂત વોલ્યુમ વૃદ્ધિ અને માર્જિન વિસ્તરણ પોસ્ટ કરશે. FY24માં કમાણીના ધોવાણ/માર્જિનના દબાણ પછી, સ્પેશિયાલિટી કેમિકલ્સ પ્લેયર્સ અમારી દૃષ્ટિએ પુનઃસજીવન થવાની શક્યતા છે. તમે તમારા પોર્ટફેલિયોમાં ધીરે ધીરે આ ક્ષેત્ર ના શેરો ઉમેરો.
અમેરિકા ને છીક આવશે તો ભારત ને પણ શરદી થશે !
છેલ્લા 15 વર્ષોમાં, કૃત્રિમ રીતે નીચા વ્યાજ દરો અને ખાધ ખર્ચ દ્વારા ઉભા કરેલા 15 ટ્રિલિયન ડોલર ના સ્ટિમ્યુલસને કારણે શેરબજાર અને હાઉસિંગ જેવી સંપત્તિના ભાવમાં વધારો થયો છે. ભવિષ્યમાં, ઊંચા વ્યાજ દરો અને ઊંચા લાંબા ગાળાના ફુગાવાને લીધે શેરો અને ઘરની કિંમતોમાં તેજી ટકે તેમ મને લાગતું નથી.
ઐતિહાસિક રીતે, નીચા વ્યાજ દર, નીચા ફુગાવાના અર્થતંત્રમાંથી ઊંચા વ્યાજ દર, ઉચ્ચ ફુગાવાના અર્થતંત્ર જાય તો હંમેશા મંદી આવે છે. અમેરિકામાં છેલ્લી મંદીને હવે 15 વર્ષ થઈ ગયા છે.
છેલ્લા 111 વર્ષોમાં, અમેરિકામાં સામાન્ય ધંધા ના ચક્રના ભાગરૂપે સરેરાશ દર 6 થી 9 વર્ષે મંદી આવી છે.
રાજકારણ, વિશ્વ અર્થતંત્ર અને યુએસ અર્થતંત્ર નવી આર્થિક વ્યવસ્થા ને કારણે છેલ્લા ઘણા વર્ષો થી તેજીમાં છે.
ખાધ ખર્ચ અને નીચા વ્યાજ દરોને કારણે હાલમાં મંદી ઘણા વર્ષોથી આવી નથી પણ હું માનું છું કે આગામી મંદી 2000 અને 2008માં આપણે અનુભવી હતી તેના કરતાં વધુ ઊંડા શેરબજારમાં ઘટાડો કરશે. અમેરિકાના કોઈ એક ચોક્કશ સેક્ટર ના શેરો પરપોટા બને તો તેના પછી હંમેશા મંદી અનુસરવામાં આવે છે.
હવે પ્રશ્ન છે કે આગામી મહિનામાં યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં થવાની છે. લગભગ તમામ આર્થિક સ્ટિમ્યુલસ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં પૂર્ણ થયી જશે.
જેમ રાષ્ટ્રપતિની ચૂંટણી ખૂબ જ રસાકસી વળી છે તેવી જ રીતે કોંગ્રેસની પણ ચૂંટણી થશે. મોટાભાગના મતદાન સર્વે દર્શાવે છે કે ડેમોક્રેટ્સ 4 થી 8 બેઠકો સાથે ગૃહને નિયંત્રિત કરે તેવી શક્યતા છે. મોટાભાગના સર્વે દર્શાવે છે કે રિપબ્લિકન પાસે 1 અથવા 2 બેઠકોની બહુમતી સાથે સેનેટને નિયંત્રિત કરવાની સારી તક છે. રાષ્ટ્રપતિપદ કોણ જીતે તે મહત્વનું નથી પણ મને દર છે કે એક પાર્ટી પાસે અમેરિકાનું ગૃહ અને બીજી પાર્ટી પાસે સેનેટનું નિયંત્રણ આવશે તો પછી સરકારમાં કઈ કામ થવાનું નથી. કંઈ નવું સ્ટિમ્યુલસ પસાર થવાનું નથી. કોઈ પણ પાર્ટી પ્રેસિડેન્ટ ના ઇલેકશન પેહલા બીજી પાર્ટી ને મદદ નહિ કરે. જો આમ થયું તો આ જે લિક્વિડિટી ની રેલમ છેલ પાછળ પરપોટા ફુલ્યા છે તે ફૂટશે અને તેની અસર દુનિયા ના બધા બજારો પર પડશે.
ભારત ના અર્થ તંત્ર ખુબ મજબૂત છે અને ભારતમાં બજારોમાં સ્થાનિક રૂપિયા ને કારણે તેજી છે એટલે આની મોટ્ટી અસર આપડા બજારોમાં લાંબી નહિ થાય પણ જો અમેરિકાને છીક આવશે તો આપણે પણ શરદી તો થશે.
જેમ આપણે ભારત ની ચૂંટણી પેહલા ધીરે ધીરે રોકડ રકમ ઊભી કરી હતી અને પરિણામ ના દિવસે સુંદર તક મળી તેને ઝડપી લીધી હતી તેમ હવે દરેક ઉછાળે આપણે નફે બુક કરીશું . ધીરે ધીરે રોકડ રકમ ઉભી થાય તેને સાચવીશું નવા શેરોમાં નહિ નાખીયે.










