કોઈપણ કંપની કઈ રીતે જમીનથી ઉંચે આકાશને આંબે છે તેનું સૌથી મોટું ઉદાહરણ એડટેક કંપની બાયજૂસ છે. લાંબા સમયથી કંપની આર્થિક સમસ્યાઓ સાથે ઝઝૂમતી રહી હતી. કંપનીી પાસે કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી. સ્થિતિ તો એવી છે કે હવે કંપનીની નેટવર્થ શૂન્ય થઈ ગઈ છે. બાયઝૂના ફાઉન્ડર રવીન્દ્રને જાતે આ વાત કરી અને જણાવ્યું કે કંપની કઈ રીતે કંપની નીચે પછડાઈ હતી. 


 બાયઝૂ કંપનીના ફાઉન્ડર રવીન્દ્રને શુક્રવારે જણાવ્યું કે, બાયઝૂના ત્રણ પ્રમુખ રોકાણકારોએ વર્ષ-2023માં એક જ સમયે બોર્ડથી રાજીનામું આપવાનું સંકટ હોવાથી સૌથી મોટો આંચકો હતો, જેનાથી કંપની માટે ફંડ એકઠું કરવું અશક્ય થઈ ગયું. એક પ્રેસ કોન્ફરન્સમાં ફેરફાર પ્રત્યે આશાવાદી લાગતા તેમને કહ્યું કે, આજે બાયઝૂની કિંમત ઝીરો છે.

રાઈટ ઈશ્યૂને લઈને રોકાણકારો સાથે વિવાદ

બાયઝૂએ રોકડની તંગી વચ્ચે રાઇટ્સ ઈશ્યૂ શરૂ કર્યો હતો અને તેના રોકાણકારોએ ગેરવહીવટનો આક્ષેપ કરતી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. કંપનીના ચાર રોકાણકારો સામે નોંધાઈ હતી.

કંપનીની શરૂઆત વર્ષ-2011માં થઈ હતી

બાયઝૂ કંપનીની સ્થાપના વર્ષ-2011માં રવીન્દ્રન અને તેની પત્ની દિવ્યા ગોકુલનાથ દ્વારા કરવામાં આવી હતી. થોડા જ સમયમાં બાયઝૂ એક લર્નિંગ એપ તરીકે પ્રખ્યાત થઈ ગઈ. રવીન્દ્રને પોતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેણે વર્ષ-2006માં વિદ્યાર્થીઓને ગણિતનું કોચિંગ આપવાનું શરૂ કર્યું. બાયઝૂની લર્નિંગ એપ વર્ષ-2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્ટાર્ટઅપ આગામી 4 વર્ષમાં યુનિકોર્ન બની ગયું. સૌથી મોટો ઉછાળો કોરોના સમયગાળા દરમિયાન જોવા મળ્યો જ્યારે શાળાઓ અને કોચિંગ બંધ હતા. વર્ષ-2022 સુધીમાં, આ કંપની 22 બિલિયન ડોલરની કંપની હતી, પરંતુ હવે તેની સંપત્તિ ઝીરો થઈ ગઈ છે.

 કંપનીનું મૂલ્ય 22 અબજ ડોલરથી ઘટીને 0 પર આવી ગયું

તેમણે કહ્યું કે પ્રોસસ જેવા રોકાણકારોએ એક સમયે સૌથી વધુ મૂલ્યાંકન ધરાવતી ભારતીય સ્ટાર્ટઅપમાં તેમનું રોકાણ સમાપ્ત કરી દીધું છે. રવીન્દ્રને કહ્યું કે રોકાણકારોએ બાયઝૂને બસ વડે ખાઈમાં ધકેલી દીધો. જો રાજીનામું આપવાને બદલે, તેઓએ ફેરફારો અથવા ફરી રચના માટે મત આપવાનું આયોજન કર્યું હોત, તો આજે કંપનીની સ્થિતિ આવી ન હોત. એડટેક કંપની બાયઝૂનું મૂલ્ય વર્ષ-2022 સુધીમાં 22 બિલિયન ડોલર હતું, જે હવે શૂન્ય થઈ ગયું છે.

આ કંપની 3 વર્ષમાં બરબાદ થઈ ગઈ

રવીન્દ્રને કહ્યું કે બાયઝૂ કંપનીને લઈને કોઈ છેતરપિંડી થઈ નથી. જો આવું કંઈક થયું હોત તો સંસ્થાપક કંપનીમાંથી સૌથી પહેલા પૈસા ઉપાડી શક્યા હોત, પરંતુ અમે આવું ન કર્યું, બલ્કે અમે વધુ પૈસા રોક્યા. રવીન્દ્રને કહ્યું કે અમેરિકન ધિરાણકર્તાઓ પાસેથી 1.2 બિલિયન ડોલરની ટર્મ લોન ખતરનાક સાબિત થઈ છે. તેનો ઉપયોગ કંપનીના વિકાસ માટે જ થતો હતો, પરંતુ BCCI સાથેના સોદા બાદ અમેરિકન ધિરાણકર્તાઓ સાથે વિવાદ વધી ગયો અને તેઓએ લોન અને વ્યાજની ચુકવણી કરવાનો આદેશ આપ્યો. ત્યાર બાદ જ રોકાણકારોએ પણ એક પછી એક કંપની છોડી દીધી હતી. આ પછી, કંપનીની હાલત સતત બગડતી રહી અને 3 વર્ષમાં કંપની સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ.


  • Follow us on: