તમે બુફેમાં છો એવી કલ્પના કરો. એક બાજુ તમારી સામે એક્ઝોટિક આંતરરાષ્ટ્રીય વાનગીએ છીએ, જે તમને લલચાવે છે, ઉત્તમ પ્રચાર કરાયો છે અને સારા રિવ્યુઝની તાજેતરની લહેર પર સવાર છે. બીજી બાજુ તમારી સામે સ્થાનિક, પરિચિત વાનગીઓ છો, જેમાં તમે ભરોસો રાખો તે સાતત્યતા, પોષકતા અને સામગ્રીઓ સાથે તૈયાર કરાયેલું હોય છે. તમે સંતુલિત આહાર માટે તમારી પ્લેટને વિશ્વસનીય વિકલ્પોના સંમિશ્રાણ સાથે ભરવા માગો છો તે જ રીતે અલગ ઘરઆંગણાનાં મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં અલગ અલગ શ્રેણીઓ અને ક્ષેત્રોમાં રોકાણ લાંબે ગાળે સંપત્તિ નિર્માણ કરવા માટે આરોગ્યવર્ધક, વધુ સ્થિર અભિગમ પ્રદાન કરી શકે છે.

ભારતીય બજારની તુલનામાં આંતરરાષ્ટ્રીય ફ્ંડ્સની કામગીરી (20મી માર્ચ, 2025 સુધી)

વળતરો 6 મહિના 1 વર્ષની 3 વર્ષની 5 વર્ષની

CAGR CAGR CAGR

આં.રા. ફ્ંડ્સ 8.86 10.82 8.83 15.32

નિફ્ટી 50 -9.10 7.40 12.22 23.10

નિફ્ટી 500 -11.78 7.96 14.49 25.57

છેલ્લા છ મહિનામાં વૈશ્વિક ફ્ંડોએ ઘરઆંગણાની બજારોને પાછળ મૂકી દીધી છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્ંડ્સની સંખ્યા 2020માં 37 પરથી 2024માં 67 એમ સતત વધી રહી છે, જે રોકાણકારોની તેમાં વધતી રુચિ દર્શાવે છે. ચીન અને યુએસ ચમકતા તારલા બની ગયા છે, જે તેમની એકાગ્રતાને ખેસડતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફ્આઈઆઈ)ને આકર્ષી રહ્યા છે. તેમાં વળાંક સપ્ટેમ્બર 2024ના પાછલા ભાગમાં આવ્યો, જ્યારે ચીને તેની અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકવા માટે પ્રોત્સાહક પેકેજની ઘોષણા કરતા વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન ખેંચાયું હતું. આ પછી નવેમ્બરમાં યુએસની ચૂંટણીઓએ જાન્યુઆરી 2025થી અન્ય દેશો પર ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ્ની નીતિઓ પર અટકળો દ્વારા પ્રેરિત અમેરિકન બજારોમાં ભંડોળોનું નવું રોકાણ થયું. આ સર્વ મળીને ઘણા બધા રોકાણકારો વિચારતા થઈ ગયા કે શું આંતરરાષ્ટ્રીય ફ્ંડમાં રોકાણ કરવા માટે પોતે પણ છલાંગ લગાવવી જોઈએ?

ભારતીય બજારોની સ્થિતિ મજબૂત છે

આંતરરાષ્ટ્રીય ફ્ંડ્સની એયુએમ સપ્ટે. 2024માં રૂ. 41,432 કરોડ પરથી ફેબ્રુ. 2025માં રૂ. 45,631 કરોડ સાથે લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો છે, જે 10.13 ટકાનો વધારો દર્શાવે છે. જોકે આ ઉછાળો ખરેખર તેને અનુરૂપ છે કે પછી ટૂંકા ગાળાના અવાજથી પ્રેરિત છે? આ લહેરમાં જોડાવા પૂર્વે આ પ્રશ્ન પૂછવાનું મહત્ત્વપૂર્ણ છે. તમે તમારી રોકાણની બેગ પેક કરો અને વિદેશમાં ઉડાણ ભરો તે પૂર્વે ચાલો, ઊંડો શ્વાસ લઈએ અને મોટા ચિત્ર તરફ્ નજર ફેરવીએ.

ભારતીય બજારે ઘણા બધા વૈશ્વિક સમોવડિયાઓને સતત પાછળ મૂકી દીધા છે. નિફ્ટી 50એ 2020થી 2024ના અંત સુધી 14.18 ટકાની મજબૂત સીએજીઆર પ્રદાન કરી છે, જે નિક્કેઈ 225ના 11.02 ટકા અને સાંઘાઈ કમ્પોઝિટ વીકના 1.90 ટકાને પણ પાછળ મૂકી દાધા છે. અગાઉના સમયગાળામાં પણ ચીનના ઈન્ડેક્સે નકારાત્મક અથવા લગભગ શૂન્ય વળતરો દર્શાવ્યાં છે, જયારે નિફ્ટીએ સ્થિર વૃદ્ધિ જાળવી રાખી છે. આ સ્થિતિસ્થાપકતનો ભારતનો ટ્રેક રેકોર્ડ બતાવે છે અને તેને લાંબા ગાળાના રોકાણકારો માટે મજબૂત બૅટ બનાવે છે.

ભારતીય બજારો બહેતર કાર્યક્ષમતા ધરાવે છે.

રોજના પરિવર્તન સાથે વર્ષની રોલિંગ સીએજીઆર

નિફ્ટી 50 S&P 500 નિક્કેઈ 225 શાંઘાઈ

કમ્પોઝિટ

(SSEC)

સરેરાશ વળતરો 12.15% 10.68% 8.19% 1.20%

સ્ટાન્ડર્ડ ડેવિયેશન 5.04% 3.44% 3.26% 6.90%

ધારદાર રેશિયો 1.22 1.36 0.67 -0.69

ડેટા 31મી માર્ચ, 2025ના રોજનો છે.

આપણે કાર્યક્ષમતા રેશિયોની તુલના કરીએ ત્યારે ભારતીય બજારો બહુ સારું સ્થાન ધરાવે છે. નિફ્ટી 50 સાથે એસએન્ડપી ગ્લોબલ ઈન્ડેક્સે જાપાનના નિક્કેઈ 225 અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટ (એસએસઈસી)ની તુલનામાં બહેતર કાર્યક્ષમતા પ્રદાન કરી છે. આ વધુ એક મજબૂત સંકેતક ભારતીય ઈક્વિટી બજારને લાંબા ગાળાના રોકાણકારો માટે વિશ્વસનીય અવકાશ બનાવે છે.

એફ્આઈઆઈ થોડા સમય માટે ભારતીય ઈક્વિટીઓથી દૂર રહ્યા હતા ત્યારે તેઓ હવે તેમના સેલ-ઓફ્ફ્ તબક્કામાં ચરમસીમાએ પહોંચી છે. ધીમે ધીમે પણ નિશ્ચિત રીતે એફ્આઈઆઈ તેમનો માર્ગ બનાવી રહ્યા છે, જે ગત થોડા દિવસો માટે ટૂંકી પોઝિશનમાં ઘટાડો દર્શાવે છે. વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે ભારતીય બજાર ઘરઆંગણાના સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) પાસેથી મજબૂત ટેકો ધરાવે છે, જે આપણી શેરબજાર સ્થિર હોવાની અને ન્યાયી મૂલ્ય ધરાવતી હોવાની ખાતરી રાખે છે.

જાન્યુઆરી 2025માં છેલ્લા ત્રણ મહિનામાં એફ્આઈઆઈમાં સર્વોચ્ચ બહારી પ્રવાહો જોવા મળ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી અને માર્ચમાં આ પ્રવાહો ઠંડા પડયા છે. બીજી બાજુ ડીઆઈઆઈએ જાન્યુઆરીમાં સર્વોચ્ચ ભીતરના પ્રવાહો દર્શાવ્યા છે અને ત્યાર પછીના મહિનાઓમાં મધ્યમ છતાં સ્થિર યોગદાન જાળવી રાખ્યું હતું. બજારમાં કરેકશન અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ડીઆઈઆઈએ ભારતીય બજારોમાં મજબૂત વિશ્વાસ દર્શાવ્યો છે, જેણે ગત વર્ષોમાં હકારાત્મક ભીતરનો પ્રવાહ જાળવી રાખ્યો છે. ઉપરાંત એસઆઈપીનો ભીતરનો પ્રવાહ મજબૂત રહ્યો છે, જેણે કોઈ પણ નોંધપાત્ર ઘટાડા વિના વર્ષ દર વર્ષ 35.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. રસપ્રદ રીતે ફેબ્રુઆરી 2025 માટે મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં ચોખ્ખો ભીતરનો પ્રવાહ ચોખ્ખા એસઆઈપીના ભીતરના પ્રવાહ કરતાં ઉચ્ચ રહ્યો હતો, જે એકસામટાં રોકાણાં ઉછાળો હોવાનું સૂચન કરે છે, જે રોકાણકારો લાંબે ગાળે સંપત્તિ નિર્માણ કરવા માટે બજારમાં કરેકશનનો લાભ લઈ રહ્યા હોવાનો સંકેત આપે છે.

આંતરરાષ્ટ્રીય ફ્ંડ્સ હાલમાં આકર્ષક જણાઈ શકે છે, પરંતુ ચીન આધારિત ઈટીએફ્ અને નાસ્દાક ફ્ંડ્સ જેવી વૈશ્વિક બજારોમાં તાજેતરની રેલી મોટે ભાગે ફ્ંડામેન્ટલમાં સુધારણાને બદલે પ્રવાહિતા દ્વારા પ્રેરિત હતી. આથી આ ટૂંકા ગાળાના ઉપરના પ્રવાહને આધારે જ રોકાણ જોખમી બની શકે છે.

ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની ગાથા અકબંધ રહી છે

હંગામી વધઘટ છતાં ભારતની અર્થવ્યવસ્થાનું ભવિષ્ય આશાસ્પદ દેખાય છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફ્ંડ (આઈએમએફ્) અનુસાર ભારત આગામી વર્ષોમાં 6.5 ટકાથી 7 ટકાના દરે વૃદ્ધિ પામશે એવું ધારવામાં આવે છે, જે ચીન સહિત વિકસિત અને ઊભરતી અર્થવ્યવસ્થામાં સર્વોચ્ચ વૃદ્ધિ દરમાંથી એક છે. ઉપરાંત આપણીઘરઆંગણાની બજારનાં ઈન્ડાઈસીસ, જેમ કે, નિફ્ટી 50એ નિક્કેઈ 225 અને શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ (એસએસઈસી) જેવાં વૈશ્વિક ઈન્ડાઈસીસની તુલનામાં લાંબે ગાળે મજબૂત કામગીરી પ્રદાન કરી છે.

સાવચેતી સાથે ડાઈવર્સિફ્કિેશન

વૈશ્વિક ફ્ંડ્સ તમારા પોર્ટફેલિયોમાં ડાઈવર્સિફ્કિેશનનું તત્ત્વ ઉમેરી શકે છે ત્યારે તે તમારી લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચનાનું હાર્દ નહીં હોવું જોઈએ. જો તમે તે છતાં અમુક રોકાણ કરવા માગતા હોય તો તમારા એકંદર પોર્ટફેલિયોના ફ્ક્ત 5 ટકા સુધી રોકાણ મર્યાદિત રાખવું વધુ સૂઝબૂઝભર્યું રહેશે. તેની સામે સ્થિર અને લાંબા ગાળાની સંપત્તિ નિર્મિતી માટે ઘરઆંગણાનાં ડાઈવર્સિફઈડ ઈક્વિટી ફ્ંડ્સ ઉત્તમ વિકલ્પ રહ્યાં છે. આ ફ્ંડ્સ વિવિધ પ્રકારનાં ક્ષેત્રોમાં સન્મુખતા પૂરી પાડે છે, જે ઉત્તમ વળતરો ઊપજાવવા સાથે સમયાંતરે મજબૂત વળતરોની ખાતરી રાખે છે.

રોકાણ એ ટૂંકી રેસ નહીં પણ મેરેથોન દોડવા જેવું છે. ટૂંકા ગાળાના પ્રવાહોનો પીછો કરવો તે રોમાંચ આપી શકે છે, પરંતુ ઉત્તમ સંતુલિત અને લાંબા ગાળાનો અભિગમ, જે ભારતની માળખાકીય વૃદ્ધિની ગાથા પર કેન્દ્રિત હોય તે લાંબે ગાળે ઉત્તમ પરિણામોની ઊપજ આપી શકે છે. આતી દુનિયા ભલે સારી રોકાણ તકો આપતી હોય, પરંતુ તમારા પોર્ટફેલિયોનો મોટા ભાગનો હિસ્સો મજબૂત, ઉત્તમ કામગીરી કરતાં ઘરઆંગણાનાં ફ્ંડ્સમાં રોકાણ કરવો તે ધીરજવાન રોકાણકારો માટે વધુ સ્માર્ટ પસંદગી છે.