વર્ષ 2022થી 2024 વચ્ચે ભારતમાં ઈલેક્ટ્રોનિક વાહન (ઈવી) ક્ષેત્રે રોકાણ લગભગ અડધું થઈ ગયું છે. નીતિ વિષયક પરિવર્તન અને વેચાણ વૃદ્ધિમાં ઘટાડાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ઓક્ટોબરમાં અમલી પીએમ-ઈ ડ્રાઈવ સ્કીમનો ઉદ્દેશ્ય ફેમ-ટુ પ્રોગ્રામને બદલીને સબસિડી પર ઉદ્યોગની નિર્ભરતાને ધીમે ધીમે ઘટાડવાનો છે.
પીએમ-ઈ ડ્રાઈવ સ્કીમ ફેમ-ટુનું રિપ્લેસમેન્ટ છે. જે નિર્ણયની હવે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિકૂળ અસર પડી હોવાનું બજાર નિષ્ણાતો જણાવી રહ્યા છે. પીએમ-ઈ ડ્રાઈવ યોજના ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ અને હાઈબ્રિડ કાર માટે સબસિડીને બાકાત રાખે છે. એટલે કે, ઓક્ટોબરમાં લાગુ કરાયેલી આ યોજના હેઠળ ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ અને હાઈબ્રિડ વ્હીકલ્સ માટે સબસિડી દૂર કરવામાં આવી હતી. મોટોભાગનું ભંડોળ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરિંગ (ઓઈએમ) સ્પેસમાં ઊભું કરવામાં આવ્યું છે, જે નીતિગત ફેરફારો અને સબસિડીમાં નોંધપાત્ર ઘટાડાથી પ્રભાવિત થયું છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. નવી યોજના હેઠળ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે સબસિડી બેટરી પાવર પર આધારિત છે, પ્રથમ વર્ષમાં રૂ.5,000 પ્રતિ કિલોવોટ કલાકના નિશ્ચીત દર સાથે રૂ.10,000ની મર્યાદા છે. પડકારો છતાં એથર એનર્જીની પ્રોપેલિંગ ગ્રોથ જેવા અગ્રણી રોકાણ રાઉન્ડ સાથે, પીએમ-ઈ ડ્રાઈવ યોજનાએ આ મંદીને પ્રભાવિત કરી છે. ઈવી રોકાણકારો ઈચ્છે છે કે, ઈવી કંપનીઓ પહેલા યુનિટ્સનું વેચાણ અને નફાકારતામાં વધારો કરે. વેન્ચર ઈન્ટેલિજન્સના ડેટા અનુસાર, એકંદરે ઈવી ઉદ્યોગમાં ભંડોળ ગય વર્ષના 808 મિલિયન ડોલરથી ઘટીને 2024માં 586 મિલિયન ડોલર થઈ ગયું છે. જ્યોર સોદાઓની સંખ્યા 44 હતી. જે એક વર્ષ અગાઉ પણ સમાન સ્તરે હતી. ઈવી સ્ટાર્ટઅપ્સે 2022માં રોકાણકારોની તેજીના કારણે 934 મિલિયન ડોલરની કમાણી કરી હતી. આ સેક્ટરમાં સરકારના પ્રોત્સાહનને કારણે આવકનું સ્તર આ મથાળે જોવા મળ્યું હતું. તુલનાત્મક રીતે ફેમ-ટુ સ્કીમમાં રૂ.15,000 પ્રતિ કિલોવોટ કલાકના ટોચના પ્રોત્સાહનો ઓફર કરવામાં આવ્યા હતા. જે વાહનની કિંમત 40 ટકા સુધી આવરી લે છે. FAMEનો અર્થ છે કે, ઈલેક્ટ્રિક વાહનોનું ઝડપી ઉત્પાદન. જો કે વર્ષ 2023માં સુધારો કરીને રૂ.10,000 પ્રતિ કિલોવોટ કલાક કરવામાં આવ્યું હતું. જેમાં વાહનની એક્સ-ફેક્ટરી કિંમતના 15 ટકા સુધી પ્રોત્સાહન મર્યાદા ઘટાડી દેવામાં આવી હતી.










