બજારમાં અસ્થિરતા રોકાણનો અંતર્ગત ભાગ છે. છતાં તે મોટે ભાગે રોકાણકારોમાં ભય પેદા કરે છે. બજારમાં સપ્ટેમ્બર 2024માં તેની તેજી પછી આજે જાન્યુઆરીમાં 12 ટકાનું કરેકશન જોવા મળ્યું. જોકે શું રોકાણકારોએ તેનાથી વિચલિત થવું જોઈએ? બજારમાં વધઘટ અસ્થાયી હોય છે ત્યારે અસ્થિરતા સામાન્ય છે એ સમજવાથી રોકાણકારો અડગ રહી છે અને માહિતગાર નિર્ણય લેવામાં મદદ થઈ શકે છે.
બજારની અસ્થિરતાને સમજવી
અસ્થિરતા એ વિશેષ કશું નથી, પરંતુ સમયાંતરે બજારમાં કિંમતોમાં ભિન્નતાની માત્રા છે અને તે આર્થિક ડેટા, કોર્પોરેટ આવકો, ભૌગોલિક- રાજકીય ઘટનાઓ અને રોકાણકારના સેન્ટિમેન્ટ જેવા અનેક પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે. ઐતિહાસિક રીતે હજારોએ અનેક સમયગાળામાં તીવ્ર અસ્થિરતા જોઈ છે. 2008માં વૈશ્વિક આર્થિક કટોકટીમાં નિફ્ટી 50 જાન્યુઆરી 2008થી ઓક્ટોબર 2008 વચ્ચે 60 ટકા નીચે આવ્યો હતો અને 2020માં કોવિડ-19માં ત્રણ મહિનાના સમયગાળામાં 40 ટકાનું કરેકશન જોવા મળ્યું હતું. આ મોટા કડાકા હતા. જોકે બજારોએ તે પછી પલટવાર કરીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. અમારું વિશ્લેષણ દર્શાવે છે કે દરેક વાર નિફ્ટીએ છેલ્લાં 24 વર્ષના સમયગાળામાં ટોચ પરથી 18 ટકાનું સરેરાશ કરેકશન દર્શાવ્યું છે, પરંતુ 7થી 8 મહિનામાં ફરી તેમાંથી ઊભરી આવી છે.
હાલમાં બજાર અસ્થિર શા માટે છે અને આગળ બજાર વિશે શું લાગે છે?
છેલ્લા ત્રણ મહિનામાં બજારમાં અસ્થિરતા માટે અનેક પરિબળો કારણભૂત હતાં, જેમાં ચીન દ્વારા ઓક્ટોબર 2024માં જાહેર કરવામાં આવેલી પ્રોત્સાહન નીતિને કારણે એફ્આઈઆઈમાં વેચવાલી નીકળી હતી. આ પછી નવેમ્બર 2024માં યુએસમાં ચૂંટણીઓને કારણે અને ડિસેમ્બર 2024માં ફેડરલ રિઝર્વના દર કાપને કારણે અસ્થિરતા ચાલુ રહી હતી. ગત વર્ષની ઉચ્ચ બેઝ અસરને લીધે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકમાં પહેલી વાર કમાણીમાં વૃદ્ધિ જોવા મળી હતી. ઉપરાંત બજેટ આસપાસ રહેલી અપેક્ષાઓએ બજારની વધઘટમાં યોગદાન આપ્યું હતું. આ બધાં પરિબળોએ મળીને બજારને અસ્થિર રાખી હતી.
જોકે એસઆઈપીમાં રોકાણો ગત વર્ષે અનેક ટોચની સપાટી વટાવ્યા પછી ડિસેમ્બર 2024માં રૂ. 26,500 કરોડે પહોંચ્યાં હતાં. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણો 2024માં રૂ. 4 લાખ કરોડ સુધી પહોંચ્યાં હતાં, જે ગત વર્ષમાં રૂ. 1.61 કરોડની તુલનામાં મોટો વધારો દર્શાવે છે. આને કારણે ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટમાં 40 ટકા વધારો થઈને 2023માં રૂ. 21.8 લાખ કરોડ પરથી તે ડિસેમ્બર 2024માં રૂ. 30.57 લાખ કરોડ સુધી પહોંચી હતી. દરમિયાન સ્મોલ સેવિંગ્સ યોજના અને ડિપોઝિટ્સ જેવાં પારંપરિક બચત સાધનો પર નિર્ભરતા ઘટવાનું ચાલુ જ છે, જેમાં માર્ચ 2014માં 38.8 ટકા પરથી સપ્ટેમ્બર 2024માં 32.6 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે.
આગળ જોઈએ તો ઈક્વિટી બજારમાં રોકાણો મજબૂત રહેવાની ધારણા છે, કારણ કે ઘરઆંગણાના રોકાણકારો પરિપક્વ છે અને ફ્ંડામેન્ટલ્સ પર વધુ ભાર આપે છે, જે મજબૂત એસઆઈપીના આંકડા પરથી આપણે જોઈ શકીએ છીએ. આપણે ગત ટોચ પરથી બજારમાં 10 ટકાનું કરેકશન જોયું છે ત્યારે આશરે 5 ટકાનું વધુ કરેકશન આવી શકે અથવા નહીં પણ આવી શકે.
જોકે બજાર હાલમાં ઉચિત મૂલ્ય પર દેખાઈ રહી છે. કમાણીના નજરિયાથી નિફ્ટી 50 નાણાકીય વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકમાં 13 ટકાની વૃદ્ધિ પ્રદાન કરવાની ધારણા છે, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ આ સમયગાળામાં 34-35 ટકા અને નાણાકીય વર્ષ 2025 માટે 22 ટકાથી વધશે એવી ધારણા છે. આ ગતિને તરફેણકારી બેઝ અસર, સુધારિત આર્થિક દ્રષ્ટિબિંદુ અને નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકમાં જોવા મળેલા અમુક નકારાત્મક વન-ઓફ્ફ્સની ગેરહાજરીનો ટેકો મળ્યો છે. મૂલ્યાંકન અંદાજે સૂચવે છે કે લાર્જ કેપ સેગમેન્ટની કિંમત ઉચિત આંકડવામાં આવી રહી છે, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપનાં મૂલ્યાંકનો થોડાં ખેંચાયાં છે.
અસ્થિરતા વચ્ચે રોકાણકારોએ શું કરવું જોઈએ?
તમારી એસેટ ફાળવણીને વળગી રહો અને ડાઈવર્સિફાઈડ રહો, સમયરેખા પર આધારિત બાસ્કેટ નિર્માણ કરો, જેમ કે, લાંબો ગાળો, મધ્યમ ગાળો અને ટૂંકા ગાળાની બાસ્કેટ્સ. લાંબા ગાળા માટે રોકાણકારો માટે આદર્શ એસેટ ફાળવણી આદર્શ રીતે 80 ટકા ઈક્વિટી અને 20 ટકા ડેબ્ટ છે, જ્યારે ઈક્વિટી અને ડેબ્ટે પોર્ટફોલિયોની કામગીરીની સ્થિરતામાં યોગદાન આપ્યું છે. આ ફાળવણી સાથે રોકાણકારો 12 ટકાનાં લાંબા ગાળાનાં વળતરોને અપેક્ષા રાખી શકે થછે. જો અસ્કયામત ફાળવણી આવા સમયમાં બદલાય તો તમારા પોર્ટફોલિયોને પુનઃસંતુલિત કરવો જોઈએ.
ઈક્વિટી ડેબ્ટ અપેક્ષિત વળતરો 80% 20% 12% માર્કેટ કેપ્સ અને શ્રેણીઓમાં ડાઈવર્સિફાઈ કરો
રોકાણકારોએ માર્કેટ કેપ આધારિત ફ્ંડ્સ જેવી ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ફ્ંડ શ્રેણીઓ અને વેલ્યુ, કોન્ટ્રા જેવાં સ્ટ્રેટેજી ફ્ંડ્સની શ્રેણીમાં રોકાણ કરવું જોઈએ અને નીચી અસ્થિરતા અને વૃદ્ધિ હાથોમાં જાળવા રાખવા માટે લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સમાં 55:20:25ના માર્કેટ કેપ સંમિશ્રાણ સાથે કેન્દ્રિત રહેવું જોઈએ. આને કારણે તમે એએમસી, ક્ષેત્રો અને માર્કેટ કેપ્સમાં ડાઈવર્સિફાઈ રહેશો અને એકાગ્ર જોખમ ઘટશે.
રોકાણ જાળવીરાખો અને ભયના માર્યા વેચવાનું ટાળો
રોકાણકારો અસ્થિરતાના સમયગાળામાં સૌથી મોટી ભૂલ ભયના માર્યા બજારમાંથી એક્ઝિટ કરવાની કરે છે. ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે બજારમાં ફ્ક્ત જૂજ ઉત્તમ કામગીરી કરનારા દિવસો ગુમાવવાથી લાંબા ગાળાનાં વળતરો નોંધપાત્ર રીતે ઘટી શકે છે. આથી વિચલિત થઈને પ્રતિક્રિયા આપવાને બદલે મોટા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત રાખો અને રોકાણ જાળવી રાખો.
તમારી એસઆઈપી ચાલુ રાખો
એસઆઈપીના રોકાણકારોએ રોકાણ ચાલુ રાખવું જોઈએ. એકસામટી રકમ સાથેના રોકાણકારોએ આગામી એક મહિનામાં સાપ્તાહિક હપ્તાઓના સમયાંતરે નવાં નાણાં રોકવાનું ચાલુ રાખવું જોઈએ.
કટોકટીનું ભંડોળ રાખો
6-12 મહિનાના ખર્ચની સમકક્ષ કેશ બફર રાખવું જોઈએ, કારણ કે બફર માઠા દિવસોમાં કામ આવે છે અને તમારે તમારા મુખ્ય પોર્ટફોલિયોમાં જોવા પડતું નથી.
તારણ । બજારની અસ્થિરતા અનિવાર્ય છે, પરંતુ તેનાથી ભયભીત નહીં થવું જોઈએ. વધઘટને સમજવાથી અને વ્યૂહરચના નિર્માણ કરવાથી તમને તેમાંથી સફ્ળતાથી તરીજવામાં મદદ થશે.










