અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વોરના પગલે છેડાયેલા ટેરિફ વોર વચ્ચે આજે અમદાવાદની બુલિયન બજારમાં ચાંદીમાં રિકવરી આવી હોય તેમ રૂ.2,000 વધ્યા છે. જ્યારે સોનામાં સ્થિરતા જળવાઈ રહી છે.
અમદાવાદ બુલિયન બજારમાં ચાંદી ચોરસાનો ભાવ આજે રૂ.89,000 થી રૂ.91,000 રહ્યો હતો. જે શનિવારના બંધ બજારની તુલનાએ રૂ.2,000નો વધારો સૂચવે છે. ગત સપ્તાહમાં છેલ્લા પાંચ દિવસમાં ચાંદીમાં રૂ.11,000નું તોતિંગ ગાબડું પડતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. એક સમયે ચાંદીનો ભાવ એક લાખને આંબી ગયો હતો તે ઘટીને રૂ.89,000 થઈ ગયો હતો. બાદમાં આજે વધીને રૂ.91,000 થયો છે. ચાંદીમાં એક લાખનો ભાવ 31મી માર્ચના રોજ નોંધાયો હતો. હાલમાં ભાવ તૂટી જતા ચાંદીમાં રોકાણ કરનારા ફસાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે.
