અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે સોનામાં 400 અને ચાંદીમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 95,600 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 95,000 રૂપિયા રહ્યો હતો. વૈશ્વિક બજારમાં મંગળવારે પણ સોનું 3,223 ડોલર પ્રતિ ઔંસ જ રહ્યું હતું. ચાંદીમાં બે સેન્ટ વધીને ચાંદી 32.32 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ સોનામાં જુન માસનો વાયદો 116 રૂપિયા વધીને 93,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં મે માસના વાયદામાં 133 રૂપિયા વધીને ચાંદી 95,003 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.
