અમદાવાદ હાજર બજારમાં સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં 500 રૂપિયા તૂટયા હતા. જ્યારે ચાંદીએ સ્થિરતા જાળવી રાખી હતી.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 88,000 રૂપિયા , 22 કેરેટ સોનાનો ભાવ 87,700 અને હોલમાર્કનો ભાવ 86,240 રૂપિયા રહ્યો હતો. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 95,000 રૂપિયા રહ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું 19 ડોલર વધીને 2,901 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 26 સેંન્ટ વધીને 32.43 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
કોમેક્સ સોનામાં 9.30 ડોલર વધીને 2,910 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયો હતો. કોમેક્સ ચાંદીમાં 0.50 સેંન્ટ વધીને 32,905 ડોલર પ્રતિ ઔંસ ચાંદી વેચાઇ હતી. MCX માં સોનામાં એપ્રિલ માસના વાયદામાં 343 રૂપિયા વધીને 10 ગ્રામ સોનાનો ભાવ 85,030 થયો હતો. જ્યારે MCX ચાંદીનો માર્ચ માસનો વાયદો 65 સેંન્ટ વધીને 95,651 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. નોંધપાત્ર છેકે ગત તા.14 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. તે દિવસે કિલો ચાંદીનો ભાવ 96,500 અને 24 કેરેટ સોનાનો ભાવ 89,000 તેની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં 1,500 અને સોનામાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે. શેરબજારની ઉથલપાથલથી તંગ રોકાણકારો સોનાના ઇટીએફમાં રોકાણ કરવા વળ્યા હોવાથી સોનાની આ બોલબાલા જોવા મળી રહી છે. હાજર બજારની સાથે વાયદા બજારમાં પણ સોના-ચાંદીમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. વળી લગ્નગાળાને લઇને લોકોની ખરીદીને લઇને પણ અમદાવાદ બુલિયન બજારમાં તેજી જોવા મળી રહી છે.