અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે સોનામાં 500 રૂપિયા ઘટયા હતા. ભાવ ઘટાડા બાદ 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,00,000 થયો હતો.
જોકે ચાંદીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિરતા જોવા મળી રહી છે. એક કિલો ચાંદીનો ભાવ 97,000 જળવાઇ રહ્યો છે. વૈશ્વિક સોનામાં 47 ડોલર ઘટીને સોનું 3,340 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદીમાં 50 સેંન્ટ ઘટીને ચાંદી 32.40 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. કોમેક્સ સોનામાં 41 ડોલર ઘટીને સોનું 3,350.90 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 1.96 સેંન્ટ ઘટીને 32,595 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
