અમદાવાદ સોના-ચાંદી બજારમાં બુધવારે સોનામાં 1,200 રૂપિયાનો ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 92,400 રૂપિયા થઇ હતી. ચાંદીમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
એક કિલોના ચાંદીના ચોરસાની કિંમત 91,000 રૂપિયા રહી હતી. વૈશ્વિક બજારમાં સોનું 36 ડોલર વધીને 3,044 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 8 સેંન્ટ વધીને 30.36 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ માર્કેટમાં સોનામાં જુન માસનો વાયદો 2,146 રૂપિયા વધીને 89,794 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં મે માસનો વાયદો 1,720 રૂપિયા વધીને 90,464 રૂપિયા થયો હતો. આમ સ્ઝ્રઠ માર્કેટમાં 1 લાખે પહોંચેલી ચાંદીનો ભાવ હાલ 90 હજાર રૂપિયાની આસપાસ બોલાઇ રહ્યો છે.કોમેક્સ સોનામાં 90.60 ડોલર વધીને 3,080 ડોલર પ્રતિ ઔંસ સોનું થયું હતું. કોમેક્સ ચાંદી 8.09 સેંન્ટ વધીને 30,465 ડોલર પ્રતિ ઔંસ ચાંદી થઇ હતી. ટેરિફ પોલીસીએ શેરબજારમાં ઉથલપાથલ મચાવી છે. ત્યારે રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ તરફ વળ્યા છે. બીજી બાજુ અમદાવાદમાં લગનસારાની ખરીદી વધી ગઈ છે.
