અમદાવાદ બુલિયન બજારમાં બુધવારે સોનામાં 300 અને ચાંદીમાં 2.000 રૂપિયાનો ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 99,000 રૂપિયા થયો હતો.


જ્યારે કિલો ચાંદીનો ભાવ 98,000 રૂપિયા રહ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું 17 ડોલર વધીને 3,313 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 33 સેંન્ટ વધીને 33.32 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં જુન માસનો વાયદો 472 રૂપિયા વધીને 95,615 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 375 રૂપિયા વધીને 97,850 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી.

કોમેક્સ બજારમાં સોનું 9.90 ડોલર વધીને 3,310.30 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 0.34 સેંન્ટ વધીને 33,345 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. અમદાવાદમાં સોનું 1,00,000 રૂપિયાની નજીક પહોંચવા આવ્યું છે. જ્યારે ચાંદી પણ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. એક લાખના ભાવને પાર કરવાની હોડ બંને ધાતુઓમાં હાલ જોવા મળી રહી છે. સોના-ચાંદીમાં ભાવ વધારાના અનેક કારણો છે. જે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વિવિધ પરિબળો પ્રેરિત છે.

આર્થિક અનિચ્છિતતા અને વૈશ્વિક તણાવ, અમેરિકન ડોલરની કમજોરી, ફેડરલ રિઝર્વ વ્યાજ દર નીતિઓ, ભારતીય રૂપિયાનું અવમૂલ્યન, ઉચ્ચ આયાત શૂલ્ક અને વિવાદ, ઉચ્ચ માંગ અને ઓછો પુરવઠો, સ્થાનિક તહેવારો અને લગ્નની સિઝન સહિતના કારણો સોના-ચાંદીના ભાવને અસર કરી રહ્યા છે.


  • Follow us on: