- આ નિર્ણયથી ગુજરાતમાં ગિફ્ટ સિટીને તાત્કાલિક લાભ મળશે
- સ્ટાર્ટ-અપ્સ, કંપનીઓ માટે વૈશ્વિક મૂડી સુધીની પહોંચ સરળ બનાવવાનો હેતુ
- કેન્દ્રના આ નિર્ણયથી ગુજરાતમાં ગિફ્ટ સિટીને તાત્કાલિક લાભ મળશે
ઊભરતાં અને ટેકનોલોજી ક્ષેત્રોમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સ તથા કંપનીઓ માટે વૈશ્વિક મૂડી સુધીની પહોંચની સુવિધાને સરળ બનાવવાના હેતુથી કેન્દ્રએ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ (આઈએફએસસી)માં નોંધાયેલી કંપનીઓ માટે ફરજિયાત પબ્લિક હોલ્ડિંગની લઘુત્તમ મર્યાદા 25 ટકાથી ઘટાડીને દસ ટકા કરી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી ગુજરાતમાં ગિફ્ટ સિટીને તાત્કાલિક લાભ મળશે. આ નિર્ણયથી વૈશ્વિક ફલક પર જઈ રહેલી અને અન્ય બજારોમાં પોતાની હાજરી નોંધાવવાની મહત્વકાંક્ષા ધરાવતી ભારતીય કંપનીઓને ફાયદો થશે, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
મર્યાદામાં ઘટાડો કરવાથી અન્ય કંપનીઓને પણ આઈએફએસસી ખાતે લિસ્ટિંગ થવા માટેનું પ્રોત્સાહન પૂરૂં પાડશે, એમ જણાવી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, નાના ફ્લોટ્સ શેર કિંમતમાં ગેરરિતી આચરી શકે છે. કંપનીઓ લિસ્ટિંગ માટે લિક્વિડિટી, લિસ્ટિંગની પડતર, નિયમનકારી વાતાવરણ વગેરે જેવા બહુવિધ પરિબળોને ધ્યાન પર રાખે છે ત્યારે નિયમમાં કરવામાં આવેલા આ સુધારાથી ચોક્કસપણે કંપનીઓને (બંને વિદેશી અને સ્થાનિક) આઈએફએસસીમાં રહેલા સ્ટોક એક્સચેન્જિસ ખાતે લિસ્ટિંગના વિકલ્પને તપાસવા માટે બળ મળશે. નાના ફ્લોટ કંપનીઓને સાર્વજનિક વિદેશી મૂડી આકર્ષિત કરવા માટે પોતાની કંપનીઓ પર નિયંત્રણ બનાવી રાખવામાં સક્ષમ બનાવશે.










