- ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કેન્દ્રીયકૃત બિલિંગ નેટવર્ક દ્વારા જ કરવાનો આદેશ
- સમયમર્યાદામાં 20 દિવસનો વધારો કરવાની પેમેન્ટ ઇન્ડસ્ટ્રીની માંગ
- મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન વોલ્યૂમમાં ઘટાડાનો સામનો કરવો પડશે
ક્રેડ, ફોનપે, બિલડેસ્ક અને ઈન્ફીબીમ એવન્યુઝ જેવા ફિનટેક સ્ટાર્ટઅપ્સ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કેન્દ્રીયકૃત બિલિંગ નેટવર્ક દ્વારા જારી કરવાની આવશ્યકતા ધરાવતા નિયમનને કારણે નોંધપાત્ર વિક્ષેપનો સામનો કરી રહ્યા છે.
જે નિયમ પહેલી જૂલાઈથી લાગુ થનાર છે. ભારતના સૌથી મોટા કાર્ડ જારીકર્તા એચડીએફસી બેંકને બે કરોડ ક્રેડિટ કાર્ડ, આઈસીઆઈસીઆઈ બેંકને 1.7 કરોડ કાર્ડસ અને એક્સિસ બેંકને 1.4 કરોડ કાર્ડ સાથે હજુ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ) સક્રિય કરવાનું બાકી છે. જેના પરિણામે બીબીપીએસ સભ્યો એવા ફોનપે અને ક્રેડ જેવા પેમેન્ટ પ્લેટફોર્મ તેઓની માટે અને બિન-અનુપાનલ ધિરાણકર્તાઓ માટે કાર્ડ ચૂકવણની પ્રક્રિયા નહીં કરી શકે. ફિનટેક્સને દહેશત છે કે, આ સ્થિતિને કારણે તેમને મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન વોલ્યૂમમાં ઘટાડાનો સામનો કરવો પડશે.










