• વધારાયેલા ભાવ 3 જુલાઈથી લાગૂ કરાશે
  • એરટેલનૌ સૌથી સસ્તો 179 રૂ.નો પ્લાન હવે રૂ. 199નો થયો
  • 365 દિવસની વેલિડિટીનો પ્રીપેડ પ્લાન રૂ. 1799ને બદલે રૂ. 1999માં પડશે

રિલાયન્સ જિયો બાદ ભારતીય એરટેલે પણ મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો છે. તેમાં ભારે વધારો કરાયો છે. તેના મોબાઈલ રેટમાં 10-21 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારાયેલા ભાવ 3 જુલાઈથી લાગૂ કરાશે. તેની અસર પોસ્ટપેડ અને પ્રીપેડ બંને ગ્રાહકો પર જોવા મળશે. તો જાણો કયા પ્લાનમાં કેટલા રૂપિયાનો વધારો કરાયો છે.

જાણો ભારતી એરટેલની વધેલી કિંમતો

નવા ટેરિફના અનુસાર એરટેલનૌ સૌથી સસ્તો 179 રૂ.નો પ્લાન હવે રૂ. 199નો થયો છે. 28 દિવસની વેલિડિટીની સાથે આ પ્રીપેડ પ્લાન એરટેલનો એન્ટ્રી પ્લાન છે. તેના સિવાય 455 રૂ.નો 84 દિવસનો વેલિડિટીનો પ્લાન રૂ. 509નો થશે. 365 દિવસની વેલિડિટીનો પ્રીપેડ પ્લાન જે રૂ. 1799નો હતો તે હવે ગ્રાહકોને રૂ. 1999માં પડશે.


ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને આપી જાણકારી

ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને કહ્યું કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ નાણાકીય રીતે સ્વસ્થ બિઝનેસ મોડલને સક્ષમ કરવા માટે તમામ મોબાઇલ સરેરાશ રાજસ્વ (એઆરપીયુ) 300 રૂપિયાથી ઉપર હોવું જોઈએ. કંપનીનું માનવું છે કે એઆરપીયુનું આ સ્તર નેટવર્ક પ્રોદ્યોગિકી અને સ્પેક્ટ્રમમાં જરૂરી રોકાણને સક્ષમ કરશે અને સામાન્ય રિટર્ન આપશે. આ નવી અને વધેલી કિંમતો ભારતી એરટેલના તમામ સર્કલ પર લાગૂ થાય છે. તેમાં ભારતી હેક્સાકોમ લિમિટેડ સર્કલ પણ સામેલ છે.


વધારાયેલા ભાવ 3 જુલાઈથી લાગૂ કરાશે

અમે ટેરિફના ફેરફાર માટે ઉદ્યોગમાં જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. એરટેલ 3 જુલાઈ, 2024 થી નીચે જણાવેલી કિંચમો અનુસાર તમારે પ્લાન શોધવાનો રહેશે. બજેટ પર કોઈપણ રીતે બોઝને સમાપ્ત કરવા માટે પ્રવેશ સ્તરની યોજનાઓ પર ખૂબ જ ઓછી કિંમતનો એટલે કે પ્રતિ દિવસ 70p થી ઓછો વધારો થાય છે.

ગઈકાલે રિલાયન્સ જિયોએ મોંઘા કર્યા પ્લાન

ગુરુવારે રિલાયન્સ જિઓ ઈન્ફોકોમે મોબાઈલ ટેરિફ વધારીને મોબાઈલ ટેરિફને મોંઘા કર્યા છે. જિયોનો નવો ટેરિફ પ્લાન પણ 3 જુલાઈથી લાગુ થશે. ટેલિકોમ કંપનીઓને ચૂંટણી ખતમ થવાની રાહ જોવાની હતી. આ પછી પહેલા જિયો અને હવે ભારતી એરટેલે ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે. 

  • Follow us on: