- એલન મસ્કનું X પ્લેટફોર્મ ડાઉન થતા યુઝર્સ પરેશાન
- આ માહિતી ડાઉન ડિટેક્ટર દ્વારા પણ આપવામાં આવી
- એક મહિનામાં બીજી વખત X પ્લેટફોર્મ ડાઉન
એલન મસ્કનું X પ્લેટફોર્મ ડાઉન થઈ ગયું છે અને જેના કરાણે દુનિયાભરના X યુઝર્સ સર્વિસનો ફાયદો ઉઠાવી શક્યા નથી. આ માહિતી ડાઉન ડિટેક્ટર દ્વારા પણ આપવામાં આવી છે જે ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય વેબસાઇટ્સ ડાઉન હોવાની માહિતી આપે છે.
જ્યારે મોબાઇલ એપ અને વેબ વર્ઝન પર X પ્લેટફોર્મ પર લોગ ઇન કરવામાં આવ્યું ત્યારે અનેક લોકોને X વાપરી શક્યા નહોતા. લગભગ 50 ટકા વેબ યુઝર્સને X પ્લેટફોર્મ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેઓ આ પ્લેટફોર્મને એક્સેસ કરવામાં સક્ષમ નથી. જ્યારે 47 ટકા એવા યુઝર્સ છે જેઓ એપ પર પોસ્ટ વગેરે જોઈ શકતા નથી.










