- સોનું નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું
- MCX પર સોનાના ભાવે રોકેટ ગતિ પકડી
- 10 ગ્રામ (એક તોલા)સોનાનો ભાવ 75200 રૂપિયા થયો
ભારતમાં રોકાણકારો અને મહિલાઓની સૌથી પસંદગીની ધાતુ હોય તો તે છે સોનું. જી હા. સોનામાં રોકાણ કરેલું વ્યર્થ જતું નથી એ ન્યાયે સોનું દરરોજ એક નવી સપાટી બનાવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમતે અનેક વખત નવી રેકોર્ડ ઉંચી સપાટી બનાવી છે. રેકોર્ડનો આ સિલસિલો આજે એટલે કે, 12 એપ્રિલે શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. જેથી છેલ્લા 11 દિવસમાં સોનાનો ભાવ રૂ 7 હાજર વધ્યો છે. સોનાના ભાવે પહેલીવાર રૂ. 72 હજારની સપાટી વટાવી દીધી હતી. જેથી બજારમાં ગ્રાહકી ઘટેલી જોવા મળી રહી છે. સોનુ ખરીદવું હવું સ્વપ્ન બને તો નવાઈ નહીં.
સોનું આ ઊંચાઈએ પહોંચ્યું
શુક્રવારના ટ્રેડિંગમાં MCX પર સોનાના ભાવ ખુલતાની સાથે જ તે 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો હતો. શરૂઆતના સત્રમાં સોનું મજબૂત બન્યું હતું અને 72,678 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે સોનાનો ભાવ 72 હજાર રૂપિયાના સ્તરને પાર કરી ગયો હોય.
ચાંદી પણ ચમકી રહી છે
સોનાની સાથે અન્ય મુખ્ય કિંમતી ધાતુ ચાંદી પણ ચમકી રહી છે. ચાંદીએ આજે એમસીએક્સ પર રૂ.84 હજાર પ્રતિ કિલોગ્રામની સપાટી વટાવી હતી. સવારના સત્રમાં ચાંદી મજબૂત થઈને 84,102 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ હતી. ચાંદીની આ 3 વર્ષથી વધુ સમયની સૌથી મોંઘી કિંમત છે.
વિદેશી બજારમાં પણ સોનાએ રેકોર્ડ બનાવ્યો
સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોરદાર રેકોર્ડ બનાવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, શુક્રવારના ટ્રેડિંગમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 0.6 ટકા વધીને 2,386.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. અગાઉ ટ્રેડિંગ દરમિયાન ભાવ 2,389.29 ડોલર પ્રતિ ઔંસની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. બીજી તરફ, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.3 ટકા વધીને 2,403.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતા.
સોનું આ સ્તર સુધી પહોંચી શકે છે
ગત સપ્તાહની શરૂઆતમાં સ્થાનિક બજારમાં સોનું પ્રથમ વખત રૂ.70 હજારને પાર કરી ગયું હતું. ત્યારપછીના સત્રોમાં તેની કિંમતો ઘણી વખત નવા ઉચ્ચ સ્તરે પહોંચી છે. સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ હોવાનું માનવામાં આવે છે. આ કારણે BofA-MLએ આગાહી કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 3000 ડોલકના સ્તરને વટાવી જશે.









