• PSU બેંકમાં 34 ટકાના વધારા સામે ખાનગી બેંકોનો ચોખ્ખો નફો 42% વધ્યો

  • માર્કેટમાં નફા મામલે આઈટી સેક્ટરનો ઈજારો તોડયો
  • પરિણામે બંન્ને ક્ષેત્રોની બેંકોની આવક વચ્ચેનો તફાવત વધ્યો છે

નાણાંકીય વર્ષ 2023-24માં પ્રથમ વખત બેકિંગ ક્ષેત્રનો ચોખ્ખો નફો રૂ.3 લાખ કરોડને પાર થયો છે. લિસ્ટેડ પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર બેન્ક્સનું નેટ પ્રોફિટ 39 ટકા વધીને રૂ.3.1 લાખ કરોડ થયું છે. જે નાણાંકીય વર્ષ 2022-23માં રૂ.2.2 લાખ કરોડ હતું. જાહેર ક્ષેત્રની બેંકોએ વર્ષ દરમ્યાન રૂ.1.4 લાખ કરોડનો ચોખ્ખા નફો નોંધાવ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નફામાં 34 ટકાનો વધારો થયો છે. ખાનગી ક્ષેત્રોની બેંકોએ પોતાના નફામાં 42 ટકાનો વધારો નોંધાવ્યો છે. પ્રાઈવેટ બેંકોનો ચોખ્ખો નફો રૂ.1.7 લાખ કરોડ નોંધાયો છે. ગત વર્ષે ખાનગી બેંકોનો નફો રૂ.1.2 લાખ કરોડ હતો. પરિણામે બંન્ને ક્ષેત્રોની બેંકોની આવક વચ્ચેનો તફાવત વધ્યો છે.

નોંધપાત્ર બાબત એ છે કે, લિસ્ટેડ બેંકોનો લગભગ રૂ.3 લાખ કરોડનો નફો નાણાંકીય વર્ષના ચાર ત્રિમાસિક પૈકી પ્રથમ ત્રણ ત્રિમાસિકના પ્રોફિટના આંકડા દર્શાવે છે. હકીકતમાં બેંકોનો નફો ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સર્વિસિસના નફા કરતાં પણ ઘણો ઊંચો છે. તાજેતરના વર્ષોમાં આઈટી સેક્ટર સૌથી વધુ નફો કરતું ક્ષેત્ર રહ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24માં આઈટી કંપનીઓએ રૂ.1.1 લાખ કરોડનો નફો નોંધાવ્યો છે.

બેંકોના નફાના આંકડા પર એક નજર

તમામ લિસ્ટેડ બેંકોએ 2023-24ના વર્ષમાં જે 3.1 લાખ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, તે તમામ લિસ્ટેડ કંપનીઓએ 2023 24ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં નોંધાવેલા કુલ નફા જેટલો છે

 જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાંકીય વર્ષ 2023-24માં રૂ.1.4 લાખ કરોડનો નફો નોંધાવ્યો છે, પણ જાહેર ક્ષેત્રની બેંકો કરતાં પ્રાઈવેટ ક્ષેત્રની બેંકોનો નફો વધુ છે, બંને ક્ષેત્રો વચ્ચેની બેંકોના નફાના તફાવતમાં વધારો થયો છે

ઘણી બેંકોને વન ટાઈમ પેન્શન પ્રોવિઝન માટે ચૂકવણી કરવી પડી હતી, નહિંતર નાણાંકીય વર્ષ 2023-24માં જાહેર ક્ષેત્રોની બેંકોના નફાનો આંકડો હજુ વધુ ઊંચો હોત બંને ક્ષેત્રોની બેંકોના નફામાં 39 ટકાનો વધારો નોંધાયો


  • Follow us on: