માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ (એનએસડીએલ)ના આઈપીઓને મંજૂરી આપી છે.


આ આઈપીઓની છેલ્લા ઘણાં સમયથી રાહ જોવાતી હતી. આ પગલું નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને એચડીએફસી બેંક સહિતના અગ્રણી રોકાણકારો માટે એનએસડીએલમાં પોતાનો હિસ્સો ધટાડવાનો માર્ગ મોકળો કરશે. એનએસડીએલએ સાતમી જૂલાઈ 2023ના રોજ ડીઆરએચપી સુપરત કર્યાના એક વર્ષથી વધુ સમય બાદ સેબીએ આઈપીઓ અંગે મંજૂરી આપી છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (સીડીએસએલ) બાદ એએસડીએલ શેર માર્કેટમાં ટ્રેડ કરનારી બીજી ડિપોઝિટરી બનશે. સીડીએસએલનું 2017માં એનએસઈ ખાતે લિસ્ટિંગ થયું હતું. એનએસડીએલ અને સીડીએસએલ બંને ભારતમાં સેબી રજિસ્ટર ડિપોઝિટરી છે, જેઓ ડિમેટ અને સેટલમેન્ટ સર્વિસિસ ઉપલબ્ધ કરાવે છે.


  • Follow us on: