• ડોલર ઇન્ડેક્સ મજબૂત બનતા ચાંદીમાં ઉપલા મથાળે નફરૂપી વેચવાલી

  • અમદાવાદ ખાતે કિલો દીઠ ચાંદી રૂ. 2,000 ઘટીને રૂ. 84,000 થઇ હતી
  • અમદાવાદમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 200 નીચું આવીને રૂ. 74,000 થયું હતું

ડોલર ઇન્ડેક્સમાં મજબુતી અને US બોન્ડ યિલ્ડમાં વધારો થવાથી બુધવારે વૈશ્વિક બુલિયન માર્કેટમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. ખાસ કરીને ચાંદીમાં ઉપલા મથાળે નફરૂપી વેચવાલીનું પ્રમાણ વધારે હતું. તેની અસર રૂપે સ્થાનિક સ્તરે ચાંદીમાં રૂ. 2,000 મોટો ઘટાડો થયો હતો, જયારે સોનામાં ભાવ નજીવા ઘટયા હતા. વાયદા બજારમાં પણ સોના અને ચાંદીમાં નરમી રહી હતી.

અમદાવાદ ખાતે કિલો દીઠ ચાંદી રૂ. 2,000 ઘટીને રૂ. 84,000 થઇ હતી. અમદાવાદમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 200 નીચું આવીને રૂ. 74,000 થયું હતું, જયારે 22 કેરેટ સોનું ઘટીને 73,800 પ્રતિ 10 ગ્રામ થયું હતું. MCX પર ચાંદીનો સપ્ટેમ્બર વાયદો રૂ. 1509 ઘટીને રૂ. 84,147 થયો હતો. MCX ગોલ્ડ ઓક્ટોબર વાયદો રૂ. 492 ઘટીને રૂ. 71,630 ઉપર પહોચ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં 2510 ડોલર વાળુ સોનું 2505 ડોલર પ્રતિ ઔંસ થયું હતું જયારે ચાંદી આગલા દિવસના 29.92 ડોલરથી ઘટીને 29.49 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. બુધવારે મોડી સાંજે કોમેક્સ સોનું 20.80 ડોલર તૂટીને 2532.10 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 69.10 સેન્ટ ઘટીને 29.73 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઇ રહ્યું હતું. બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ બનતા રોકાણકારો બુલિયનમાંથી પોતાની પોઝીશન હળવી કરી રહ્યા છે. તેના કારણે સોના અને ચાંદીમાં વેચવાલીનું પ્રેશર બન્યું છે. જોકે, જીઓ પોલિટીકલ ટેન્શન અને આમેરિકામાં વ્યાજદર ઘટવાની સમભાવન જોતા બુલીયનમાં લાંબાગાળે તેજીની શક્યતાને નકારી શકાય નહિ.


  • Follow us on: