- ઈલેક્શન રિઝલ્ટ બાદ ગુજરાતની સરકારી કંપનીઓમાં રોકાણ કરનારાઓને 10 દિવસમાં મોટો ફાયદો
- ગુજરાત સરકારની 7 કંપનીઓમાંથી 6 કંપનીઓના શેરના ભાવમાં ડબલ ડિજિટનો ગ્રોથ જોવા મળ્યો
- ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડનો ભાવ સૌથી વધુ 31% જેટલો વધ્યો છે
લોકસભા ચૂંટણી પરિણામો અપેક્ષાથી વિપરીત આવતા રિઝલ્ટના દિવસે 4 જૂને ભારતના શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો હતો. જોકે, ત્યારબાદ બજારમાં ધીમે ધીમે રીકવરી આવી છે. આ રીકવરીમાં ગુજરાતની સરકારી કંપનીઓ (PSU)ના શેર્સમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગુજરાતી PSUના શેર્સ વિતેલા 10 દિવસોમાં 7%થી લઈને 31% જેટલા વધ્યા છે. રાજ્ય સરકારની 7 કંપનીઓમાંથી 6 કંપનીઓના સ્ટોક્સમાં બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે.










