વિસ્તૃત બજેટ સપ્તાહ બુલ્સ માટે સારૂં રહ્યું હતું. સોમવારે 1.1 ટકાના ઘટાડા સાથે સપ્તાહની શરૂઆત કર્યા પછી નિફ્ટી અઠવાડિયાના સતત ચાર સત્રો સુધી વધ્યો હતો અને બજેટના દિવસે નજીવો ઘટીને બંધ રહ્યો હતો. સંચિત રીતે બેન્ચમાર્કે 1.7 ટકાનો વધારો મેળવ્યો હતો.


જેણે ત્રણ સપ્તાહની ખોટનો સિલસિલો તોડયો હતો. નિફ્ટી મિડ-કેપ ઈન્ડેક્સ 0.4 ટકા વધ્યો હતો જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ફ્લેટ રહ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 11.2 ટકા વધ્યો હતો. જે સેક્ટોરલ ઈન્ડેક્સમાં ટોપ ગેનર બન્યો હતો. ત્યારબાદ કન્ઝમ્પશન ઈન્ડેક્સ 5.4 ટકા ઊંચકાયો હતો. આઈટી અને ફાર્મા સૂચકાંકો અનુક્રમે 3.3 ટકા અને 2.4 ટકા ડાઉન રહ્યા હતા. જે ટોપ લૂઝર રહ્યા હતા.

નિફ્ટી (સીએમપી : 23,482) : 23,632 જે બજેટના દિવસે બનેલ ટોચ છે. તે તાત્કાલિક અવરોધ છે. જેના ક્રોસઓવર પર 200-ડીએમએ 24,000ની આસપાસ મૂકવામાં આવે છે. તે આગળનું અપસાઈડ લેવલ હશે. જો બેન્ચમાર્ક 200-ડીએમએને પાર કરવામાં સક્ષમ હોય તો 34 સપ્તાહની મૂવિંગ એવરેજ 24,360ની આસપાસ મૂકવામાં આવે છે. જે આગામી મુખ્ય પ્રતિકાર સપાટી હશે. નીચે જવાના માર્ગ પર 23,150-23,100એ તાત્કાલિક સપોર્ટ ઝોન છે. જેની નીચે 22,786 સપ્તાહ બનેલું નીચું સ્તર છે. જે મોટો ટેકો હશે. જો 22,786ની સપાટી પણ તૂટશે તો 20 મહિનાની મૂવિંગ એવરેજ 22,500ની આસપાસ મૂકવામાં આવે છે. જે આગળનું મોટું ડાઉનસાઈડ સ્તર હશે. દરમિયાન 23,100ના સ્ટોપ-લોસ સાથે ટ્રેડિંગ લોંગ્સ જાળવી શકાય છે.

બેંક નિફ્ટી (સીએમપી : 49,507) : સતત ચાર અઠવાડિયા સુધી ઘટાડો નોંધાવ્યો બાદ આ ઈન્ડેક્સમાં 2.4 ટકાનો વધારો થયો હતો. બજેટના દિવસે આ ઈન્ડેક્સે 50,009ની ટોચ બનાવી હતી. જે 34-ડીએમએ સાથે એકરૂપ છે. જેથી તે તાત્કાલિક અવરોધ છે. જેની ઉપર 200-ડીએમએ 50,850ની આસપાસ મૂકવામાં આવે તો તે પછીના ઉપરના સ્તરે હશે. 200-ડીએમએથી ઉપર 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજ 51,300ની આસપાસ મૂકવામાં આવે છે. તે એક મહત્વપૂર્ણ સ્તર હશે. નીચે જતા સમયે 48,750એ કલાકદીઠ ચાર્ટ પર તાત્કાલિક સપોર્ટ છે. જેની નીચે, 47,844 જે અઠવાડિયા દરમિયાન બનેલો નીચો સ્તર છે. જે આગામી ડાઉનસાઈડ લેવલ હશે. દરમિયાન 48,750ના સ્ટોપ-લોસ સાથે ટ્રેડિંગ લોંગ્સ જાળવી શકાય છે.

કેઆઈએમએસ (સીએમપી : 617) : 13મી જાન્યુઆરીના રોજ 674ની રેકોર્ડ ઊંચી સપાટી બનાવ્યા પછી, સ્ટોક 562ના સ્તરે પહોંચ્યો હતો. અને ત્યારથી તે રિબાઉન્ડ થઈ રહ્યો છે. શનિવારે તે લગભગ અડધા ટકા વધ્યો હતો. અને તેના કલાકદીઠ ચાર્ટ પર બ્રેકઆઉટની પુષ્ટિ કરી હતી. 648ના ટાર્ગેટ માટે વર્તમાન સ્તરે ખરીદ્યો. 595 પર સ્ટોપ-લોસ મૂકો.

બર્ગરપેઈન્ટ (સીએમપી : 492) : સરેરાશ કરતાં વધુ વોલ્યૂમ સાથે શેર શનિવારે ચાર ટકા વધ્યો હતો અને અગાઉના સ્વિંગ ઉચ્ચને પાર કર્યો હતો. વર્તમાન સ્તરે 515ના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 472 પર સ્ટોપ-લોસ મૂકવો જોઈએ.

દેવયાની (સીએમપી : 179.50) : સ્ટોના મૂલ્યમાં શુક્રવારે છ ટકાનો વધારો થયો હતો. જેણે તેના દૈનિક ચાર્ટ પર તાજેતરની ટોચની સાથે જોડાયેલા ટ્રેન્ડમાંથી બહાર આવ્યો હતો. 198ના લક્ષ્ય માટે વર્તમાન સ્તરે ખરીદ્યો. 167 પર સ્ટોપ-લોસ મૂકો.

સિલ્વરબીસ (સીએમપી : 90) : સિલ્વરબીસએ સ્ટોક એક્સચેન્જ ખાતે સિલ્વર ફંડ ટ્રેડિંગ છે. અને તે ચાંદીના ભાવની હિલચાલ સાથે સીધો સંબંધ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ચાંદી આ અઠવાડિયે 2.5 ટકા વધી હતી. અને 25મી નવેમ્બર 2024 પછી તેની સૌથી વધુ સાપ્તાહિક બંધ પોસ્ટ કરી હતી. અપમૂવ લંબાય તેવી શકયતા છે. 93.60 અને 95.30ના લક્ષ્ય માટે વર્તમાન ભાવે ખરીદ્યો. 86.80 પર સ્ટોપલોસ રાખો.

સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ નંબર. INH000018115 ડિસ્કલેમર લિંક https://www.prudentcorporate.com/reasearchDis¬claimer.pdf શેરમાં રોકાણ બજારના જોખમને આધીન છે.

  • Follow us on: