બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (76,365) મિત્રો, બી.એસ.ઇ.ઇન્ડેક્સ ગત સપ્તાહમાં ચાર કામકાજના દિવસોમાં તેના આગલા સાપ્તાહિક બંધ 77,415 સામે 76,883ના મથાળે ખૂલી ઉછાળા સ્વરૂપે 77,487ની ઊંચી સપાટીએ સ્પર્શ્યા બાદ ભારે નફારૂપી વેચવાલી નીકળતાં નીચામાં 75,240 સુધી ઘટી અંતે 76,365ના મથાળે બંધ રહેલ છે. જે તેના આગલા સાપ્તાહિક બંધ 77,415ની સરખામણીમાં 2050 પોઈન્ટનો ભારે ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન ઉછાળે વેચવાલી જોવાઈ હતી. જો કે સ્ટોક સ્પેસિફિક ભારે વધઘટ વચ્ચે અફરાતફરીનું પ્રમાણ અત્યંત ઊંચું રહ્યું હતું. તમામ અફરાતફરી અમેરિકા પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા વૈશ્વિક ધોરણે રચાઈ હતી. એકંદરે ભારે અનિશ્ચીતાને પગલે આંતરપ્રવાહો નબળા જણાય છે.
હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો....72,633ના અત્યંત મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ઓવરઓલ 70,000નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 81,800 તથા 86,000 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યામમાં રાખવી. 86,000 પાર થતાં વધઘટે 98,200 તરફી ચાલ શરૂ થશે.
હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો 75,800 તથા 75,938ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 76,258નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 75,121 તથા 74,934નો આરંભિક ઘટાડો જોવાશે. ખરાબ સંજોગોમાં 74,934 તૂટતાં 74,697 તથા તે બાદ 74,395નું પેનિક જોવાશે. 74,395 આસપાસ વેચાણમાં નફો અવશ્ય કરવો.
નિફ્ટી સ્પોટ : (22,904) 22,955 તથા 23,020-23,047 નજીકની તથા 23,128-23,146ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 23,215નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 22,815 તથા 22,672નો વધુ ઘટાડો જોવાશે.
બૅન્ક નિફ્ટી સ્પોટ : (51,506) 51,285-51,247 નજીકનો તથા 50,900 મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 50,900નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 51,726 તથા 51,900ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 51,900 પાર થતાં 52,067, 52,207 તથા તે બાદ 52,337-52,476નો સુધારો જોવાશે. નીચામાં 50,900 તૂટતાં 50,500નો ઘટાડો જોવાશે.
એચસીએલ ટેક્નો : (1,422) 1,447 નજીકની તથા 1,481ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 1,510નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,313નો વધુ ઘટાડો જોવાશે.
નોકરી : (6,397) 6,489 તથા 6,603ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 6,730નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 6,197નો વધુ ઘટાડો જોવાશે.
એલટીઆઇએમ : (4,137) 4,265ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 4,341નો સ્ટોપલોસ રાખવો. નીચામા 4,049 તથા તે બાદ 3,857નો ઘટાડો જોવાશે.
તાતા ટેક્નોલોજી : (649) 669ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 681નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 640, 619 તથા તે બાદ 586નો ઘટાડો જોવાશે.
ટીવીએસ : (3,300) 3,338 તથા 3,362ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 3,392નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,241 તથા 3,198નો વધુ ઘટાડો જોવાશે.
ટેક મહિન્દ્રા : (1,322) 1,347-1,360 નજીકની તથા 1,385ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,408નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,291ની આરંભિક નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં 1,291નીચે બંધ આવતાં 1,185નું પેનિક આવશે.
એપોલો ટાયર્સ : (409) 415 તથા 419ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 425નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 390 તથા તે બાદ 375નો ઘટાડો જોવાશે.
એમસીએક્સ : (5,030) 5,232ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 5,334નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 5,003 તથા તે બાદ 4,888 અને 4,700નો ઘટાડો જોવાશે.
એચએએલ : (4,237) 4,305ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 4,350નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 4,200 તૂટતાં 4,115, 4,060 તથા તે બાદ 3,970નો ઘટાડો જોવાશે.