યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત એક મિત્ર સહયોગી હોવા છેતાં યુએસમાંથી થતી આયાત પર બાવન ટકા જેટલી ઊંચી આયાત ડયૂટી લાદે એવું બહાનું આગળ ધરી અમુક ક્ષેત્રના અપવાદને બાદ કરતા ભારતમાંથી થતી આયાત પર 27 ટકા ફ્લેટ રેસિપ્રોકલ ડયૂટી લાદવામાં આવી છે.
ત્યારે ખુદ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (યુએનસીટીએડી)ના આંકડા પરથી મળતી માહિતી મુજબ 2023માં યુએસમાંથી જે ચીજવસ્તુઓની આયાત કરવામાં આવી હતી તેમાંથી જે ચીજવસ્તુઓ પર 50 ટકાથી વધુ ડયૂટી લાદવામાં આવી હતી એવી ચીજવસ્તુઓનું ટકાવારી 0.3 ટકાથી પણ ઓછી છે. એક અગ્રણી પોર્ટલમાં યુએનસીટીએડીના આંકડાના આધારે પ્રકાશિત અહેવાલ મુજબ આ વર્ષમાં ભારતમાં યુએસમાંથી કુલ 3,724 પ્રકારની ચીજવસ્તુઓ આયાત કરવામાં આવી હતી, જેમાંથી જે પ્રકારની ચીજવસ્તુઓ પર 50 ટકાથી વધુ ડયૂટી લાદવામાં આવી હોય એની સંખ્યા માત્ર 43 જ છે. મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ 2023માં ભારતમાં યુએસમાંથી જે કુલ 40 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, તે પૈકી માત્ર 114 મિલિયન ડોલરની ચીજવસ્તુઓ પર જ 50 ટકાથી વધારે ડયૂટી લાદવામાં આવી હતી.
