અદાણી પોર્ટફોલિયોની લિસ્ટેડ તમામ કંપનીઓના નાણાકીય વર્ષ- 25 ના પરિણામો અને વિકાસકીય ગતિવિધીઓનું વિહંગાવલોકન કરતો અહેવાલ જારી કર્યો છે.અદાણી સમૂહના સી.એફ.ઓ.જગેશિન્દર-રોબીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25ની મુખ્ય ગતિવિધી એ અસ્ક્યામતો ઉપર 16.5%નું વળતર એ અદાણી સમૂહની કંપનીઓની સતત ધમધમતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ચિન્હીત કરે છે, જે વૈશ્વિક સ્તરે કોઈપણ માળખાકીય વ્યવસાયમાં સૌથી વધુ હોવા ઉપરાંત અસ્કયામતોની શ્રેષ્ઠ ગુણવત્તા અને અદાણી સમૂહની સમગ્ર કંપનીઓના પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતાઓને વધુ પ્રોત્સાહન આપે છે.


અદાણી પોર્ટફોલિયો માટે એક સીમાચિહ્ન વર્ષ 2025

તેમણે ઉમેર્યું હતું કે વધુમાં અમે તમામ પોર્ટફોલિયો કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ કરોના પારદર્શિ અહેવાલ ઉપરાંત પાછલા વર્ષોમાં કરેલી વિવિધ પહેલો તેમજ સંચાલન અને ઇએસજી સંબંધી પહેલોમાં આંતરરાષ્ટ્રીય ઇએસજી રેટિંગ એજન્સીઓ દ્વારા શ્રેષ્ઠ-ઉદ્યોગ ઇએસજીના હાંસલ કરેલા ક્રમાંકમાં પ્રતિબિંબીત થઇ છે.નાણકીય વર્ષ-25 અદાણી પોર્ટફોલિયો માટે એક સીમાચિહ્ન વર્ષ બની રહ્યું હતું. તદનુસાર એબિડ્ટા રુ.89,806 કરોડના અત્યાર સુધીના સૌથી વધુ આંકને સ્પર્શ્યો હતો. જે વાર્ષિક ધોરણે 8.2% સુધી હતો.વાર્ષિક ધોરણે પુનરાવર્તિત અગાઉના સમયની આઇટમ્સને બાદ કરતાં વૃદ્ધિ 18%થી પણ વધુ છે.

કર બાદનો નફો રુ.40,565 કરોડની નવી ઉંચાઇએ પહોંચ્યો

EBITDA ના 82% ફાળો ઉચ્ચ સ્થિર ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મએ આપ્યો છે,જે ઉચ્ચ કક્ષાની સ્થિરતા અને દૃશ્યતાને આભારી છે.અદાણીના ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટાલ ગેસ,પરિવહન અને અદાણી પોર્ટ્સ અને સેઝ યુટીલિટીનો સમાવેશ થાય છે.કર બાદ રોકડ અથવા કામકાજમાંથી ભંડોળનો પ્રવાહ વધીને રુ.66,527 કરોડ થયો છે,જે વ્યવસાયોમાં મજબૂત ઓપરેટિંગ લીવરેજ દ્વારા સંચાલિત છે. કર બાદનો નફો રુ.40,565 કરોડની નવી ઉંચાઇએ પહોંચ્યો હતો.

સિમાચિહ્નરુપ સિદ્ધિ સાથે રેટિંગ્સમાં સતત સુધારો થયો

સમજણપૂર્વક મૂડીની ફાળવણીના મજબૂત અમલ દ્વારા પૂરક બની છે, તેણે ગત છ વર્ષમાં દરેકમાં ઉદ્યોગ પ્રેરીત સતત 15%થી વધુ વળતર પ્રાપ્ત કરવામાં અદાણી પોર્ટફોલિયોને સતત મદદ કરી છે. નાણાકીય વર્ષ 25માં માળખાકીય ક્ષેત્રમાં વિશ્વ સ્તરે સૌથી વધુ 16.5% વળતર હતુ. નફામાં ઉંચી વૃદ્ધિના કારણે પોર્ટફોલિયો કંપનીઓના લિવરેજમાં તીવ્ર ઘટાડો થયો છે- પોર્ટફોલિયો-સ્તરનું નેટ ડેટ એબિડ્ટા નાણાકીય વર્ષ-19 માં જે 8.8x હતો તે ઘટીને હવે 2.6xની નીચે છે. વ્યવસાયોની મજબૂત નાણાકીય કામગીરીના પરિણામે નાણાકીય વર્ષ 25 માં સિમાચિહ્નરુપ સિદ્ધિ સાથે રેટિંગ્સમાં સતત સુધારો થયો છે.

ડેટ સર્વિસિંગ આવશ્યકતાઓને આરામથી આવરી લેવા માટે પૂરતું

અમારી રૂઢિચુસ્ત ક્રેડિટ નીતિઓને અનુરૂપ ઓછામાં ઓછા આગામી 12 મહિના માટે ડેટ સર્વિસિંગ આવશ્યકતાઓને આવરી લેવા માટે પોર્ટફોલિયો કંપનીઓમાં પૂરતી લિક્વિડિટી જાળવવામાં આવે છે. 31 માર્ચ 2025 સુધીમાં અદાણી પોર્ટફોલિયોમાં રુ.53,843 કરોડની રોકડ પૂરાંત હતી. જે કુલ દેવાના 18.5% છે અને ડેટ સર્વિસિંગ આપવાની અમારી 12 મહિના 1 દિવસની નીતિના ઉપરના 21 મહિનાની ડેટ સર્વિસિંગ આવશ્યકતાઓને આરામથી આવરી લેવા માટે પૂરતું છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં ઉભરતા માળખાકીય વ્યવસાયો અને સંકલિત સંસાધનનું સંચાલન, ખાણકામ અને ખનન સેવાઓ હાલના વ્યવસાયો શામેલ છે.અદાણી પાવર લિ.માં નાણાકીય વર્ષ- 25 માં રુ. 9,322 કરોડમાં અગાઉના નાણા વર્ષ 24ના સમયની રુ. 2,433 કરોડની આવક શામેલ છે.

ટોપકોન મોડ્યુલ અને સેલ લાઇનનું વિસ્તરણ શરૂ કરાયું

નાણાકીય વર્ષ-25 અદાણી એન્ટરપ્રાઇઝ લિ. હસ્તક અનિલ સોલર મોડ્યુલનું વાર્ષિક ધોરણે વેચાણ 59% વધીને 4263 મેગાવોટ થયું છે. 6 ગિગાવોટની વધારાની ક્ષમતા માટે ટોપકોન મોડ્યુલ અને સેલ લાઇનનું વિસ્તરણ શરૂ કરાયું છે. અદાણી એરપોર્ટ પર વાર્ષિક ધોરણે પેક્સની હેરફેર 7% વધીને 94.4 મિલિયન અને કાર્ગોના પરિવહન વાર્ષિક ધોરણે 8% વધીને 1.09 મિલિયન મેટ્રિક ટન થયું છે. અદાણી ગ્રીન એનર્જી લિ.દ્વારા વાર્ષિક ધોરણે ઓ૫રેશનલ ક્ષમતા 30%ના વધારા સાથે 2,710 મેગાવોટ સૌર અને 599 મેગાવોટ વિન્ડ પાવર પ્લાન્ટ્સના ઉમેરા સાથે વધીને 14,243 મેગાવોટ થઇ છે.અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ટ્રાન્સમિશન ઓર્ડર બુક એક વર્ષ અગાઉના રુ. 17,000 કરોડથી સાડા ત્રણ ગણી વધીને રુ. 59,936 કરોડ થઇ છે.

102 બિલિયન યુનિટ વીજ ઉત્પાદન કર્યું

અદાણી પાવર લિ.એ 102 બિલિયન યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે જે વાર્ષિક ધોરણે 20% ઉંચુ છે. ઓપરેશનલ ક્ષમતા વધીને હવે 17.5 ગિગાવોટ થઈ છે પરિણામે અદાણીનો કુલ યુટિલિટી પોર્ટફોલિયો 30 ગિગાવોટે પહોંચ્યો છે.અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.નું કાર્ગોનું વોલ્યુમ કન્ટેનર વોલ્યુમમાં 20% મજબૂત વૃધ્ધિના અનુસંધાને વાર્ષિક ધોરણે 7% વધીને 450 મિલિયન મેટ્રિક ટન થયું છે.કામકાજ શરુ કરવામાં આવ્યાના ફકત ચાર માસમાં વિઝ્હીન્જમ પોર્ટએ માર્ચ-2025માં 100,000 TEUsનો સિમાચિહન આંક વટાવ્યો છે. અદાણી પોર્ટફોલિઓની અંબુજા સિમેન્ટ્સ લિ.એ નાણાકીય વર્ષ-24ની આખરથી વાર્ષિક 21 મિલિયન ટનના વધારા સાથે હવે વાર્ષિક 100 મિલિયન ટનની ક્ષમતા વટાવી દીધી છે.

  • Follow us on: