ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો કોઇ કેલેન્ડર વર્ષમાં વરસાર સરેરાશથી ઓછો પડયો હોય તો તેના કારણે શેરબજારનું વળતર ઘટયું હોય અને વરસાદ વિપુલ પ્રમાણમાં પડયો હોય તો જંગી વળતર મળ્યું હોય એવા કોઇ સંકેત મળતા નથી.
હકીકતમાં વરસાદ અને શેરબજારના વળતરને એકબીજા સાથે કોઇ લેવા દેવા નથી એવી પ્રતિતી આ આંકડા કરાવે છે. 2005થી અત્યાર સુધીના આંકડા જોઇએ તો સૌથી વધુ વરસાદ પડયો હોય તેના પાંચ વર્ષો દરમિયાન સેન્સેક્સે આપેલા સરેરાશ વાર્ષિક વળતરની ટકાવારી 8.98 ટકા થાય છે, જ્યારે સૌથી ઓછો વરસાદ પડયો હોય એવા પાંચ વર્ષોમાં આ વળતરની ટકાવારી 25.7 ટકા થાય છે. હવે મંગળવારે ભારતના હવામાન ખાતાએ ચાલુ વર્ષે વરસાદની ટકાવારી 106 ટકા રહેશે અને વરસાદ સમગ્ર દેશભરમાં વ્યાપક રહેશે એવી આગાહી કરી છે ત્યારે 2025માં અત્યાર સુધીમાં સેન્સેક્સે આપેલા વળતરની ટકાવારી 4.37 ટકા છે. હવે હકીકતમાં વરસાદ કેટલો પડશે અને ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સ કેટલું વળતર આપે છે તે તો સમય જ કહેશે.
