સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ચેક પર કાળી શાહીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો નવો નિયમ જારી કર્યો છે.
જો કે આ પોસ્ટ અંગે સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)એ સ્પષ્ટતા કરી છે કે, ચેક પર કાળી શાહીના ઉપયોગ પર પ્રતિબંધ અંગે ફરતો થયેલો દાવો બોગસ છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકો મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. પણ પીઆઈબી તરફથી ખુલાસો કરવામાં આવતાં લોકોને રાહત થઈ હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં પીઆઈબી ફેક્ટ ચેક એકાઉન્ટે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આરબીઆઈએ ચેક પર કાળી શાહીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાં નવા નિયમો જારી કર્યા છે. આરબીઆઈએ ચેક પર સહી માટે ચોક્કસ રંગના ઉપયોગ અંગે નિયમ બનાવ્યાની પોસ્ટ નકલી છે.
સમગ્ર ઘટનાક્રમ । દાવો : આરબીઆઈએ ચેક પર કાળી શાહીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો
સચ્ચાઈ : આ દાવો બોગસ છે.
ખુલાસો : ચેક લખવા માટે આરબીઆઈ તરફથી ચોક્કસ રંગની શાહીના ઉપયોગ અંગે કોઈ નિયમ જાહેર કરવામાં આવ્યો નથી.