ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ અને ડોલર ઇન્ડેક્સમાં નરમાશને પગલે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો આજે 6 પૈસા વધીને 85.28ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો આજે 21 પૈસા વધીને 85.13ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 85.05ની હાઇ અને 85.52ની લો સપાટી બનાવી હતી અને અંતે મંગળવારની 85.34ની સપાટીથી 6 પૈસા વધીને 85.28 પર બંધ રહ્યો હતો. દરમિયાન આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1.13 ટકા ઘટીને પ્રતિ બેરલ 65.88 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ડબ્લ્યુટીઆઇ ક્રૂડ 1.21 ટકા ઘટીને પ્રતિ બેરલ 62.90 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. વિશ્વની 6 અગ્રણી કરન્સી સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ પણ 0.64 ટકા ઘટીને 100.35ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
