આજે સેશનના પ્રારંભે ધોવાણ પછી દિવસને અંતે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસા વધીને 85.27ની સપાટીએ બંધ રહ્યો હતો.

ડોલરમાં થોડી નરમાશ અને ક્રુડના ભાવમાં વધારા વચ્ચે નિકાસકારો દ્રારા ડોલરનું વેચાણ કરવામાં આવતા રૂપિયો મજબૂત થયો હતો. પહેલા પાંચ સેશનની સતત તેજી અને ત્યાર બાદ સતત બે સેશનની મંદી પછી આજે રૂપિયામાં ફરી તેજીતરફી ચાલ જોવા મળી હતી. આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો બુધવારની 85.42ની બંધ સપાટીથી 17 પૈસા ઘટીને 85.59ના સ્તરે ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 85.25ની હાઇ અને 85.67ની લો સપાટી બનાવી હતી. દિવસને અંતે રૂપિયો 15 પૈસા વધીને 85.27ની સપાટીએ બંધ રહ્યો હતો. પ્રારંભે રૂપિયો તૂટયો તેને માટે ટ્રેડર્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રાસવાદી હુમલાને લીધે ઊભા થયેલા ટેન્શનને જવાબદાર ગણાવે છે અને વધુમાં જણાવે છે કે પાછળથી નિકાસકારો દ્રારા ડોલરનું વેચાણ કરવામાં આવતા રૂપિયો સુધર્યો હતો.

દરમિયાન આજે વિશ્વની છ અગ્રણી કરન્સિ સામે .ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.46 ટકા ઘટીને 99.38 પર પહોંચ્યો હતો. બ્રેન્ટ ક્રુડ આજે 0.65 ટકા વધીને પ્રતિ બેરલ 66.55 ડોલર પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.