એફઆઇઆઇની સતત લેવાલી સાથે ભારતીય શેરબજારમાં તેજી અને ક્રુડના ભાવમાં ઘટાડાતરફી ચાલને પગલે આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 38 પૈસા વધીને 85.03ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા મુજબ ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર વધારાને પગલે બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બનતા તેના કારણે પણ રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી હતી. ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો આજે શુક્રવારની 85.41ની સપાટીની તુલનાએ 12 પૈસા સુધારા સાથે 85.29ની સપાટીએ ખુલ્યો હતો અને તે ઇન્ટ્રા ડેમાં 84.96ની હાઇ અને 85.42ની લો સપાટી બનાવી હતી. દિવસને અંતે રૂપિયો 38 પૈસા વધીને 85.03ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન વિશ્વની છ અગ્રમી કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.13 ટકા વધીને 99.60ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે ગ્લોબલ ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.46 ટકા ઘટીને પ્રતિ બેરલ 66.56 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજારમાં સોમવાર પહેલાના આઠ ટ્રેડિંગ સેશનમાં એફઆઇઆઇએ રૂ. 32,462 કરોડની નેટ લેવાલી કરી છે.
