આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં સેશનના પ્રારંભ અત્યંત મજબુતાઇ જોવા મળી હતી, પરંતુ પાછેળથી આ પ્રારંભિક સુધારો ધોવાતા અંતે રૂપિયો પાંચ પૈસા વધીને 85.25ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 85.07ની સપાટીએ ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 84ની સપાટીથી ઉપર જઇને 84.96ની ઇન્ટ્રા ડે હાઇ સપાટી બનાવી હતી. તે પછી ઘટાડાતરફી ચાલ શરૂ થતાં રૂપિયાએ 85.34ની ઇન્ટ્રા ડે લો સપાટી બનાવી હતી અને દિવસને અંતે પાછેલા બંધ 85.30થી પાંચ પૈસા વધીને 85.25ની સપાટીએ બંધ રહ્યો હતો.
યુએસએ 60 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદતા ઊભી થયેલી વૈશ્વિક અનિશ્ચીતાઓને કારણે વૈશ્વિક બજારોમાં જોખમ લેવાની વૃત્તિ ઘટી છે ત્યારે કારણે ક્રૂડની માંગ ઘટશે એવી ભીતિ ક્રૂડના ભાવમાં ઘટાડાની ચાલ છે. આના કારણે રૂપિયો આજે મજબૂત બન્યો હતો. બુધવારે મોડી રાત્રે યુએસએ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી તે પછી ડોલર નબળો પડતા રૂપિયો ગુરુવારે 30 પૈસા વધીને 85.30ની સપાટીએ બંધ રહ્યો હતો અને આજે પણ એક સમયે પાછેલા બંધથી 34 પૈસા વધીને 84.96ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે તે પછી ડોલર વળી પાછો થોડો મજબૂત થતાં અને ભારતીય શેરબજારમાં કડાકો બોલતા રૂપિયામાં સુધારો ધોવાયો હતો. આમ છેતાં ભારતીય ચલણ પાછેલા બંધથી પાંચ પૈસા વધીને બંધ રહ્યું હતું. દરમિયાન આજે વિશ્વની છે અગ્રણી કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.51 ટકા વધીને 102.58ની સપાટીએ ટ્રેડ થતાં જોવા મળ્યો હતો. અગાઉ સેશનના પ્રારંભે આ ઇન્ડેક્સ ઘટીને 101.58ની સપાટીએ પહોંચી ગયો હતો, જે તેની સપ્ટેમ્બર, 2024 પછીની સૌથી નીચી સપાટી દર્શાવે છે.
ફોરેક્સ રિઝર્વ 665.4 અબજ ડોલરની પાંચ મહિનાની ઊંચી સપાટીએ
28મી માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 6.6 અબજ ડોલર વધીને 665.4 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે, જે છેલ્લા પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટી છે. આ સાથે સતત ચોથા સપ્તાહમાં આ રિઝર્વમાં વધારો થયો છે. આ અગાઉના છેલ્લા ત્રણ સપ્તાહમાં આ રિઝર્વ સંયુક્ત રીતે 20.1 અબજ ડોલર વધ્યું હતું અને છેલ્લા સપ્તાહના વધારા સાથે ચાર સપ્તાહમાં આ રિઝર્વ 26.7 અબજ ડોલર વધ્યું છે.